પાટણ શંખેશ્વરમાં આધુનિક બસ સ્ટેશનનું લોકાર્પણ
દોઢ વર્ષમાં 2.57 કરોડના ખર્ચે નિર્માણ,
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કર્યું ઉદ્ઘાટન
પાટણ ( patan ) જિલ્લાના શંખેશ્વર (shankheshvar ) ખાતે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશનનું ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ( home minister harsh sanghvi ) હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બસ ( bus ) સ્ટેશનનું નિર્માણ માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં 2.57 કરોડ રૂપિયાના ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યું છે.
પાટણ જિલ્લાના શંખેશ્વર ખાતે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, વર્ષોથી બસ સ્ટેશન માટે નિર્ધારિત જમીન પર કેટલાક લોકોએ પોતાના હિત માટે કોર્ટમાં સ્ટે મેળવ્યો હતો. જો કે, સરકારે (government ) ઝડપથી કાર્યવાહી કરીને માત્ર 15-20 દિવસમાં ટેન્ડર પ્રક્રિયાથી માંડીને ખાતમુહૂર્ત સુધીની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી. તેમણે વધુમાં ઉમેર્યું કે પાટણનું નવું બસ સ્ટેશન, જે છેલ્લા 6 વર્ષથી નિર્માણાધીન છે, તે પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
કાર્યક્રમ દરમિયાન ગૃહમંત્રીએ શંખેશ્વર ખાતે જૈન સમાજના ઓળી તપ કાર્યક્રમમાં પણ હાજરી આપી હતી, જ્યાં તેમણે જૈન મુનિઓના આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી