સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનનો CM, કૃષિમંત્રી અને પુરવઠામંત્રીને પત્ર.

Featured Video Play Icon
Spread the love

સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસોસિએશનનો CM, કૃષિમંત્રી અને પુરવઠામંત્રીને પત્ર.
નાફેડ સહિતની સંસ્થાઓ દ્વારા ખરીદેલી મગફળીનું હાલ વેચાણ ન કરવા અપીલ.
સરકારે ખરીદેલી મગફળી 26 માર્ચથી વેચાણ માટે મૂકાઈ છે.
ખેડૂતો પાસે મગફળીનો સ્ટોક હોવાથી વેચાણ ન કરવા અપીલ.

ટેકાના ભાવે ખરીદેલી મગફળીનું વેચાણ તાત્કાલિક બંધ કરવા માગણી ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સીટસ એસો.એ કૃષિમંત્રી (Ministry of Agriculture and Farmers )અને મુખ્યમંત્રીને (chief minister ) પત્ર લખી નાફેડ સહિતની સંસ્થાઓ દ્વારા ખરીદેલી મગફળીનું (Peanuts ) હાલ વેચાણ ન કરવા માટે અપીલ કરી છે

ગુજરાત સ્ટેટ એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલ સીટસ એસો.એ કૃષિમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે રાજ્યમાં ગત ખરીફ સિઝનમાં મગફળી નું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયું છે અને રાજ્યના ખેડૂતોને મગફળીના સારા ભાવ મળી રહે તેવા શુભઆશયથી કેન્દ્ર સરકાર ( central government ) તથા રાજ્ય સરકાર ( state government )પ્રેરીતે અનેક એજન્સીઓએ બહુ મોટા પ્રમાણમાં મગફળીની ખરીદી કરી છે. આ એજન્સીઓ દ્વારા 8 ફેબ્રુઆરી 2025 સુધી આ ખરીદી કરી હતી અને પ્રતિ કિવન્ટલ છત 6782 ના ટેકાના ભાવે આ ખરીદી કરી હતી. આ ખરીદી પૂર્ણ થયે માત્ર દોઢ માસના સમય ગાળા બાદ તા: 26/03/2025 થી વિવિધ સંસ્થાઓએ ખરીદ કરેલ મગફળી વેચવા કાઢી છે જે ખરેખર આશ્ચર્યજનક વાત છે. આ સંસ્થાઓએ બેશક ઘણી મોટી ખરીદી કરી છે પણ તે ખેડૂતના કુલ ઉત્પાદનના 25% (પચીસ ટકા) જેટલી જ ખરીદી કરી છે. જેના કારણે રાજ્યના ખેડૂત પાસે હજી ઘણો મોટો જથ્થો વેચાણ થયા વગરનો પડ્યો છે જે વખતો વખત બજારમાં ઠલવાતો જ રહેશે ને બજારમાં મગફળીની અછત પડે તેવી કોઈ શક્યતા નથી.

જયારે માત્ર ખેડૂત (farmer ) ઉત્પાદનનો 25% જેટલો જ માલ ટેકાના ભાવે ખરીદયો છે અને ખુલ્લી બજારમાં ( market ) મગફળીના ભાવ ખજઙ કરતા ઘણા નીચા છે ત્યારે સરકારી એજન્સીઓ ( agency ) પોતાનો માલ બજારમાં વેચવા કાઢે તો મગફળીના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થવાની પૂરી સંભાવના છે. ઉપરાંત એજન્સીએ તો ઘણા નીચા ભાવે આક્રમકતાથી માલ વેચવાનું શરૂૂ કર્યું છે તેવી માહિતી છે. તેમણે 6782 પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદ કરેલ મગફળી છતાં 5100 થી 5200 પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચાણ કર્યું છે. તે સંસ્થાની માલનો નીકાલ કરવાની ઉતાવળ ગંભીર પરિણામો લાવી શકે છે. આ સંસ્થાની આવા નીચા ભાવે મગફળી વેચવા મુકવાથી ખુલ્લી બજારમાં મગફળીના ભાવો વધુ નીચા જશે ને રાજ્યના ખેડૂતો ને મોટુ નુકસાન ભોગવવાનું આવશે. આગામી સીઝનમાં મગફળીના વાવેતરમાં ઘરખમ ઘટાડો થશે. જેને જેને કારણે આયાતી ખાદ્યતેલ પર દેશની નિર્ભરતા વધશે. આવી સ્થિતિમાં તાત્કાલીક સરકારી એજન્સીઓ દ્વારા થતુ વેંચાણ તાત્કાલીક બંધ કરવા માંગણી કરાઇ છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *