રાજકોટમાં પાણીપુરી ખાવા નીકળેલી મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 24 કલાકમાં હત્યાનો ભેદ ઉકેલાયો
પતિ હિતેશ આસોડીયાએ જ પત્ની સ્નેહાની કરી હત્યા
રાજકોટમાં પાણીપુરી ખાવા નીકળેલી જે પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો તે કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે પત્નીની હત્યા તેના પતિએ જ કરી હતી.
રાજકોટમાં પાણીપુરી ખાવા નીકળેલી જે પરિણીતાનો મૃતદેહ મળી આવ્યો હતો તે કેસમાં પોલીસે મોટો ખુલાસો કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે પત્નીની હત્યા તેના પતિએ જ કરી હતી. પતિ-પત્ની વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી સતત ઘરકંકાસ ચાલતો હતો અને પત્ની રોજબરોજ માથાકૂટ કરતી હતી. આ રોજિંદા ઝઘડાઓથી કંટાળીને પતિએ આખરે પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ પતિએ તીક્ષ્ણ હથિયાર વડે પત્નીના માથા અને મોઢાના ભાગે ઘા મારીને હત્યા કરી હતી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી લીધી છે અને સમગ્ર હત્યાના બનાવ અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે. આ ઘટનાએ પારિવારિક સંબંધોમાં વધી રહેલા તણાવની ગંભીરતા દર્શાવી છે. સીસીટીવી ફૂટેજ પોલીસને મળ્યા છે. ઘટનાસ્થળની આસપાસ સીસીટીવી કેમેરા નહી હોવાથી પોલીસને ભેદ ઉકેલવામાં મુશ્કેલી પડી હતી. પરિવારના સભ્યોની પણ પોલીસે પુછપરછ કરી હતી. અંતે પોલીસે સ્નેહાના પતિને ફરિયાદી બનાવવાને બદલે તેના ભાઈને ફરિયાદી બનાવતાં મુદ્દો ચર્ચાસ્પદ બન્યો હતો. આ બાબતે પોલીસે કહ્યું હતું કે કે સ્નેહાબેનના પતિ વીધિમાં રોકાયા હોવાથી તેના ભાઈને ફરિયાદી બનાવાયો છે.
રાજકોટ શહેરમાં દિવાળીના તહેવારોથી શરૂ થયેલો હત્યાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ભગવતીપરા કોપર ગ્રીનસિટીમાં બ્લોક નં.16 માં રહેતી સ્નેહા ઉર્ફે સેવું હિતેષભાઈ આસોડિયા નામની 33 વર્ષની પરિણીતા ગઈકાલે સાંજે ઘરેથી પાણીપુરી ખાવા જાઉ છું તેમ કહી નીકળી ગયા બાદ લાપત્તા બની ગઈ હતી અને સવારે તેની ઘર નજીક અવાવરૂ જગ્યાએથી માથું ફાડી ઘાતકી રીતે હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સ્નેહા ઉર્ફે સેવુંએ ત્રણ વર્ષ પહેલાં હિતેષ કાંતિભાઈ આસોડિયા સાથે બીજા લગ્ન કર્યા હતા. દામ્પત્યજીવન દરમિયાન પુત્ર શિવાંસની પ્રાપ્તી થઈ હતી. જે હાલ બે વર્ષનો છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
