રાજ્ય સહિત માંડવી તાલુકાની 19 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી
ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાટો
રાજ્ય સહિત માંડવી તાલુકાની 19 જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા જઈ રહી છે. ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાટો આવી ગયો છે. ગામમાં સરપંચ બનવા માટે ઘણા લોકો થનગની રહ્યા છે. સમર્થકોને સાથે રાખી ઉમેદવારી નોંધાવી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વદેશીયા ગામના સરપંચ પદ માટે ગામના યુવા આગેવાન મિતલ વિલાસ ભાઈ ચૌધરીએ પોતાની પેનલ સાથે માંડવી તાલુકા પંચાયત ખાતે જઈને ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા ટાણે બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. મિતલ ચૌધરીએ પોતાનો જીતનો વિશ્વાસ વ્યક્ત કરી સૌનો આભાર માન્યો હતો….