સુરત શહેર એસઓજી પોલીસે ઇ-સિગારેટ પકડી

Featured Video Play Icon
Spread the love

સુરત શહેર એસઓજી પોલીસે ઇ-સિગારેટ પકડી
15 દિવસ પહેલા દુબઈથી ઈ-સિગરેટ લઈને આવ્યો હતો ઇસમ
ડૈન્ડી ટેલર એન્ડ ટેક્ષટોરિયમમાં છાપો મારતા સુફિયાન પીરમોહમદ ટેલરની ધરપકડ

સુરત શહેર એસઓજી પોલીસે ઇ-સિગારેટ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો છે. પકડાયેલ આરોપી 15 દિવસ પહેલા દુબઈથી આ ઈ-સિગરેટ લઈને આવ્યો હતો. એસઓજી પોલીસે બાતમીના આધારે ચોકબજાર મેઇનરોડ પર આવેલી ડૈન્ડી ટેલર એન્ડ ટેક્ષટોરિયમમાં છાપો મારી રૂ. 96 હજારની કિંમતની 16 ઇ-સિગારેટ સાથે સુફિયાન પીરમોહમદ ટેલરની ધરપકડ કરી છે.

એસઓજી પોલીસે બાતમીના આધારે ચોકબજાર મેઇનરોડ પર આવેલી ડૈન્ડી ટેલર એન્ડ ટેક્ષટોરિયમમાં છાપો મારી રૂ. 96 હજારની કિંમતની 16 ઇ-સિગારેટ સાથે એકને પકડી પાડ્યો છે. બનાવની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે એએસઆઇ હિતેશસિંહને બાતમી મળી હતી કે, ચોકબજાર મેઇન રોડ ખાતે આવેલી ડૈન્ડી ટેલર એન્ડ ટેક્ષટોરિયમમાં ઇ-સિગારેટ વેચાય છે બાતમીના આધારે પોલીસે છાપો મારી તપાસ કરતા ટેબલના ડ્રોઅરમાંથી પ્રતિબંધીત 16 જેટલી ઇ-સિગારેટ મળી આવી હતી. પોલીસે આ રૂ.96000ની કિંમતની ઇ-સિગારેટ કબજે લઇને દુકાનદાર સુફિયાન પીરમોહમદ ટેલર (રહે, જુમ્મા મસ્જિદ પાછળ રાબિયા મંજીલ ચોકબજાર)ની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં સુફિયાન પંદર દિવસ પહેલા દુબઇ ફરવા માટે ગયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *