સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી
કેવડિયા ખાતે પીએમ મોદીની હાજરીમાં કાર્યક્રમ યોજાશે.
પીએમ મોદી નવી 25 ઈ બસોનું લોકાર્પણ કરશે
કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે 31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસ ઉપસ્થિત રહેનાર છે. કેવડીયા પહેલાં તેઓ આજે સાંજે 4 વાગ્યે વડોદરા એરપોર્ટ ખાતે ઉતરશે, જ્યાંથી તેઓ હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે.
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કેવડિયા ખાતે યોજાનાર ‘રાષ્ટ્રીય એકતા પરેડ’નું ભવ્ય આયોજન હાલ હવામાનના કારણે તંત્ર માટે મોટો પડકાર બની ગયું છે. વડાપ્રધાનની બે દિવસીય મુલાકાત કેવડિયાને વિકાસની નવી ભેટ આપવાની સાથે રાષ્ટ્રીય એકતાના સંદેશને વધુ મજબૂત બનાવશે. બીજી તરફ SOU વિસ્તારમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે આ બે દિવસના કાર્યક્રમની તૈયારીઓમાં વિઘ્ન ઉભું થયું છે. દિલ્હીની પરેડની જેમ જ મુખ્ય માર્ગ પર આ ઐતિહાસિક પરેડ યોજાવાની છે, જેના માટે છેલ્લા એક મહિનાથી સુરક્ષા દળોના 5000થી વધુ જવાનો સતત પ્રેક્ટિસ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ ભવ્ય પરેડ યોજાવાની હોવાથી સ્થાનિકો અને સુરક્ષા દળોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે, પરંતુ વરસાદે આ ઉજવણીના માહોલમાં વિઘ્ન ઊભું કર્યું છે
આગામી સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે કેવડિયા એકતાનગર ખાતે એક ભવ્ય રાષ્ટ્રીય એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા એક મહિનાથી સુરક્ષા દળો આ પરેડ માટે સઘન પ્રેક્ટિસ કરી રહ્યા છે અને તમામ સુરક્ષાકર્મીઓ પ્રધાનમંત્રીની હાજરીમાં પરેડ કરવા માટે અત્યંત ઉત્સુક છે. તંત્ર દ્વારા પણ કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આ ભવ્ય કાર્યક્રમને નિહાળવા માટે લોકોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જોકે, આ તમામ ઉત્સાહ અને તૈયારીઓ વચ્ચે વરસાદનું વિઘ્ન ચિંતાનું કારણ બન્યું છે. કેવડિયા એકતાનગરમાં સવારથી જ ભારે વરસાદ પડી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ પરિસ્થિતિના કારણે, એકતા પરેડ યોજાશે કે કેમ, તે અંગે તંત્ર સહિત સૌ કોઈ ચિંતામાં મુકાયા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
