સુરતમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકના નુકશાન બાબતે રજુઆત

Featured Video Play Icon
Spread the love

સુરતમાં કમોસમી વરસાદથી ડાંગરના પાકના નુકશાન બાબતે રજુઆત
કોળી સમાજ દ્વારા પાકના નુકશાન મુદ્દે કલેકટરને આવેદન

દક્ષિણ ગુજરાત કોળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કમોસમી વરસાદથી થયેલા ડાંગરના પાકના નુકશાનને લઈ ગુજરાત સરકાર રાહત પેકેજની જાહેરાત કરે તેમાટે સુરત કલેકટર કચેરીએ પહોંચી આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી.

દક્ષિણ ગુજરાત કોળી સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કમોસમી વરસાદથી થયેલા ડાંગરના પાકના નુકસાન અંગે ગુજરાત સરકાર ને રાહત સહાય માટેની ભલામણ બાબતે ગુરૂવારે કામરેજ ચાર રસ્તાથી રેલી આકારે નીકળી સુરત કલેકટરાલયે પહોંચી કલેકટરને આવેદન પત્ર આપ્યુ હતું અને જણાવાયુ હતું કે ડાંગના પાકને થયેલા નુકશાન માટે તાત્કાલિક સહાય ખેડૂતોને અપાઈ. તો આ આવેદન પત્ર આપવા મોટી સંખ્યામાં ખેડૂત સમાજના આગેવાનો જોડાયા હતાં. તો ખેડુત આગેવાન ઉમેશ પટેલએ વધુ માહિતી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *