સુરત ગુનેગારોને ગરબા કરાવતી પોલીસ દાંડિયા રમી
ઐશ્વર્યા મજમુદારના સૂરે સુરતની પોલીસ ઝૂમી ઊઠી
પ્રી-નવરાત્રિમાં કમિશનર, મહિલા અધિકારીઓ ગરબે ઘૂમ્યાં
સુરતમાં ડુમસ રોડ ખાતે આવેલા કેસરીયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રિ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતી સિંગર ઐશ્વર્યા મજમુદારે પોલીસ પરિવાર સહિતના ખેલૈયાને ગરબાન તાલે ઝૂમાવ્યા હતા. સુરત પોલીસ કમિશનરે પત્ની સાથે ગરબા કર્યા હતા, જ્યારે મહિલા ડીસીપી સહિતના પણ ગરબે ઘૂમ્યા હતા. આ સાથે જ મહિલાઓની સુરક્ષા માટે ટ્રેડિશનલ ડ્રેસમાં શી ટીમ પણ હાજર રહી હતી.
સુરતમાં નવરાત્રીના પડઘમ વાઘી રહ્યા છે ત્યારે સુરતના ડુમસ રોડ ખાતે આવેલા કેસરીયા એસી ડોમમાં પોલીસ પરિવાર માટે એક પ્રિ-નવરાત્રિમાં ઐશ્વર્યા મજમુદારની એન્ટ્રી થતા જ હાજર સૌ કોઈ ખેલૈયામાં જોશ આવી ગયા હતા. પોલીસ પરિવાર માટે યોજાયેલી આ પ્રિ-નવરાત્રિમાં મોટી સંખ્યામાં પોલીસ કોન્સ્ટેબલ, પીઆઈ, એસીપી, ડીસીપી, જેસીપી અને પોલીસ કમિશનર પણ પરિવાર સાથે હાજર રહ્યા હતા અને ગરબા પણ કર્યા હતા. મહિલા અધિકારીઓ જે સતત પોલીસ યુનિફોર્મમાં જોવા મળે છે, તેઓ ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. પોલીસ વિભાગની મહિલા અધિકારીઓ ડીસીપી ભક્તિબા ડાભી, ડીસીપી કાકન દેસાઈ, સુરત પોલીસ કમિશનરના પત્ની અને મહિલા પીઆઇ સહિતનાએ ઐશ્વર્યા મજમુદારના ગરબાના સૂરે રમઝટ બોલાવી હતી. આ સાથે મહિલાઓની સુરક્ષામાં માટે ટ્રેડિશનલ ડ્રેસમાં શી ટીમ પણ હાજર રહી હતી. આ સાથે કેટલાક કથિત ટપોરીઓને પકડી સુરક્ષાના પાઠ પણ ભણાવ્યા હતા.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, 22 સપ્ટેમ્બરથી માઁ શક્તિના જે આરાધનાનો પર્વ આવી રહ્યા છે, ત્યારે સમગ્ર પોલીસ ટીમ બંદોબસ્તમાં તૈયારી કરી રહી છે, બંદોબસ્તમાં લાગી જવાના છે. શહેરમાં નાના-મોટા 1000 જેટલા ગરબાના આયોજન છે એ સારી રીતે થાય એની વ્યવસ્થામાં જોડાઈ જવાના છે. ત્યારે આજે જે એક આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અમારા પોલીસ પરિવારના લોકોના નવરાત્રિ પહેલાં, રાત્રિ બીફોર નવરાત્રિ તરીકે ગરબાના આયોજન કરવાની એક તક મળી છે. આ બધો અમારો પોલીસ પરિવાર, અમારા કોન્સ્ટેબલ, અમારા જે પણ અધિકારીઓ છે, બધા લોકોના પરિવાર સાથે ગરબા રમી રહ્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
