બોટાદના લાઠીદડ ગામમાં મારમારી અને ધમકી આપ્યાની ઘટના બની

Featured Video Play Icon
Spread the love

બોટાદના લાઠીદડ ગામમાં મારમારી અને ધમકી આપ્યાની ઘટના બની
સ્વામિનારાયણ ગુરુકુળ શાળા સંકુલની બસના કંડકટરને જાહેરમાં માર માર્યો
સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા

ગુજરાતના બોટાદથી અહેવાલ સામે આવ્યા છે. જેમાં બોટાદના લાઠીદડ ગામમાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ શાળા સંકુલની બસના કંડકટરને જાહેરમાં મારમારી અને ધમકી આપ્યાની ઘટના બની હતી. સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

ગુજરાતના બોટાદથી મળતી માહિતી પ્રમાણે લાઠીદડ ગામના યુવાનો એકત્ર થયા હતા, જેમાં ઉમાવંશી ગ્રુપ પાટીદાર રક્ષક સમિતિના નેજા હેઠળ ગામ સમસ્ત મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ અસામાજિક તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવા માંગ સાથે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો તેમજ આવા લુખ્ખા તત્વો સામે કડક કાર્ય કરવા માંગ કરવામાં આવી હતી. સમગ્ર મામલે ઘેર પ્રત્યાઘાત પડતા પોલીસ એકશનમ આવી વધુ કાર્યવાહી હાથ ધરી છે…કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *