સુરતમાં ગેરેજ ચલાવતા યુવક ઉપર હુમલો

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગેરેજ ચલાવતા યુવક ઉપર હુમલો
પડીકાનો ધંધો કોણ ચલાવે છે?’ કહી મારામારી કરી
પડીકાનો ધંધો કોણ ચલાવે છે?’ કહી મારામારી કરી
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક યુવક પર પાંચથી છ જેટલા શખ્સોએ ‘પડીકાનો ધંધો કોણ ચલાવે છે?’ એવો સવાલ કરીને પહેલા ગાળો આપી, પછી તમાચા ઝીંકી અને છેલ્લે ચપ્પા વડે હુમલો કર્યો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ ગઈ છે. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા ગેરેજ માલિકે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં ગેરેજ ચલાવતા એક યુવક પર પાંચથી છ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ ઉમેશ પરમાનાંદ કુશવાહા (ઉ.વ. 35) મૂળ બિહારના ગોપાલગંજ જિલ્લાના ચૈનપુર ગામના વતની છે અને હાલમાં સુરતના પાંડેસરાના પ્લોટ નં. 295/બી, આવિર્ભાવ સોસાયટી-02 ખાતે રહે છે. તેઓ ગેરેજ ચલાવવાનો ધંધો કરે છે. તા. 22 એપ્રિલ 2025ના રોજ સાંજના લગભગ 5:30 વાગ્યે ઉમેશ પોતાના ગેરેજ પર કામ કરી રહ્યા હતા. ત્યારે સુરજ ઉર્ફે દદુ માનસિંગ નામના શખ્સે બે સાથીઓ સાથે આવી ઉગ્ર પ્રશ્ન પૂછ્યો કે, “પડીકાનો ધંધો કોણ ચલાવે છે? આમ પુછીને વિવાદનું વાતાવરણ ઊભું કર્યું. પછી તેમણે ઉમેશને ગાળો આપવાનું શરૂ કર્યું અને બાદમાં તેના પર તમાચો ઝીંક્યો હતો. સ્થિતિ એટલી વણસેલી કે સુરજ ઉર્ફે દદુએ ઉમેશના જમણા પગના ઘૂંટણ નીચેના ભાગમાં ચપ્પુ વડે ઘાતક હુમલો કર્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *