સુરતમાં રેન્ટ એક્ટ અને નવા ટેક્સ નિયમો સામે વકીલોનો વિરોધ યથાવત
5 ઓક્ટોબરે સુરત જિલ્લા વકીલ મંડળે સરકાર સામે વિરોધ નોંધાવ્યો
નવા કાયદા વકીલો અને પ્રજા માટે નુકસાનકારક હોવાનો દાવો
સુરતમાં રેન્ટ એક્ટ અને નવા ટેક્સ નિયમોના વિરોધમાં વકીલોનું વિરોધ પ્રદર્શન યથાવત હોય તેમ આજે સોમવાર 5મી ઓક્ટોબરના રોજ પણ સુરત જિલ્લા વકીલ મંડળે સરકારના આ કાયદા સામે ઉગ્ર વિરોધ નોંધાવી પ્રજા અને વકીલો માટે નુકસાનકારક ગણાવ્યો હતો.
ગુજરાત સરકાર દ્વારા બનાવાયેલ રેન્ટ એક્ટ અને નવા ટેક્ષ નિયમોના વિરોધમાં વકીલોની હડતાળ આજે એટલે કે 5 ઓક્ટોબરે પણ યથાવત રહી હતી. તો આ અંગે સુરત જિલ્લા વકીલ મંડળના પ્રમુખ ઉદય પટેલે જણાવ્યું હતુ કે સરકારના આ નિર્ણયથી ભ્રષ્ટાચાર વધશે અને સામાન્ય જનતાને ભારે હાલાકી ભોગવવી પડશે. વકીલ મંડળની પ્રતિનિધિ ટીમે ગૃહમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરી છે, પરંતુ જો યોગ્ય ઉકેલ નહીં આવે તો આ આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે. સુરતમાં રેન્ટ કાયદાના વિરોધમાં વકીલોએ મોરચો મંડ્યો છે અને પ્રજા માટે નુકસાનકારક હોવાનુ પણ કહ્યુ હતું.
