સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 400થી વધુ વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સેમિનાર

Featured Video Play Icon
Spread the love

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં 400થી વધુ વિદ્યાર્થીઓ માટે જાગૃતિ સેમિનાર
વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને વ્યસનમુક્તિ અને ‘નો ડ્રગ્સ’ અંગે માર્ગદર્શન
માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ અંગે પણ અપાઈ સમજ

સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ કોલેજોના 400થી વધુ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વ્યસનમુક્તિ, નો ડ્રગ્સ, માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ સહિતના મહત્વપૂર્ણ વિષયો પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયુ હતું.

સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે વિવિધ કોલેજના 400તી વધુ વિદ્યાર્થીઓ માટે જાગૃત્તિ સેમિનાર યોજાયો હતો. જેમાં વ્યસન મુક્તિ, નો ડ્રગ્સ માનસિક સ્વાસ્થ્ય અને આત્મહત્યા નિવારણ સહિતના વિષયો પર માર્ગદર્શન અપાયુ હતું. આ વિશેષ સેમિનારમાં વિદ્યાર્થીઓને વ્યસનથી દૂર રહેવા, માનસિક સ્વાસ્થ્ય જાળવવા તેમજ આત્મહત્યા નિવારણ અંગે માહિતગાર કરાયા હતાં. આ ઉપરાંત રાષ્ટ્રભાવના અને દર્દીઓ સાથે સંવેદનાસભર સંવાદ જેવા વિષયો પર પણ નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અપાયુ હતું. કાર્યક્રમમાં આઈએમએના રાષ્ટ્રીય પ્રમુખ ડો. અનિલ નાયકએ વિદ્યાર્થીઓને વિશેષ સંબોધન કર્યુ હતું. તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલના રજિસ્ટ્રાર ડો. પ્રજ્ઞાબેન ડાભી, મેડિકલ કોલેજના ડીન ડો. જયેશ બ્રહ્મભટ્ટ, સુપરિન્ટેન્ડેન્ટ ડો. પારૂલ વડગામા સહિત તબીબી ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *