સુરતના કાપડ વેપારી સાથે ₹25.07 લાખની છેતરપિંડી

Featured Video Play Icon
Spread the love

સુરતના કાપડ વેપારી સાથે ₹25.07 લાખની છેતરપિંડી
હાવડાથી આરોપીને સારોલી પોલીસે ઝડપી પાડ્યો

સુરતના કાપડ વેપારી સાથે 25.07 લાખની ઉધારી ન ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરનાર આરોપીને પશ્ચિમ બંગાળના હાવડા શહેરમાંથી સારોલી પોલીસે ઝડપી પાડ્યો હતો.

ટેક્ષ્ટાઈલ સીટી સુરતમાં વારંવાર ઠગાઈના અવનવા કિસ્સાઓ સામે આવે છે ત્યારે સુરતની સારોલી પોલીસ મથકમાં કાપડ વેપારી યોગેશકુમાર મુખેજાએ નોંધાવેલી 25.7 લાખની ઠગાઈ મામલે સારોલી પોલીસે તપાસ હાથ ધરી ઠગ કાપડ વેપારી અનિલ મિશ્રા હાલ પશ્ચિમ પંગાળના હાવડા શહેરમાં હોવાની માહિતી મળતા સારોલી પોલીસની ટીમે પશ્ચિમ બંગાળના હાવડા શહેર ખાતે જઈ ત્યાંથી ઠગ અનિલકુમાર દુધનાથ મિશ્રાને ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *