સચિનના નાળામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળ્યો
મેડિકલ કીટ મળતાં પોલીસે તપાસ શરૂ કરી
સુરતના સચિન વિસ્તારમાં સચિન પોલીસ સ્ટેશન પાછળ આવેલા નાળામાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવતા પોલીસ દોડતી થઈ હતી. મૃતદેહ નજીકથી મેડિકલ કીટ પણ મળી આવતા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
સુરતના સચિન પોલીસ સ્ટેશનની પાછળના નાળામાં પાણીમાંથી નવજાત શિશુનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં સચિન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને મૃતદેહને કબજામાં લઈ તપાસ શરૂ કરી હતી. મૃતદેહ નજીકથી એક મેડિકલ કીટ મળી આવતા પોલીસ દ્વારા આ દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. નવજાત શિશુને નાળામાં કોણ અને કયા સંજોગોમાં છોડી ગયું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાનું રહસ્ય ઉકેલવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા સંભવિત શંકાસ્પદ વ્યક્તિઓ અંગે માહિતી એકત્ર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
