પાંડેસરામાં દંપતીના વિવાદ બાદ મહિલાનો આપઘાત
પતિના મોડા આવવાને લઈને પત્નીને શંકા હોવાની માહિતી
સુરતના પાંડેસરા વિસ્તારમાં પતિના ઘરે મોડા આવવાને લઈને પત્નીને થતી શંકા અને દંપતી વચ્ચેના વિવાદ બાદ મહિલાએ આપઘાત કરી લીધો હોવાની ઘટના બની હતી.
સુરતમાં વધી રહેલા આપઘાતના બનાવો વચ્ચે પાંડેસરામાં રહેતા કિરણ જયસ્વાલ અને તેમના પતિ રિંકુ વચ્ચે પતિના ઘરે મોડા આવવાના મુદ્દે અવારનવાર તકરાર થતી હતી. રિંકુ રોજ સાંજે મોડે સુધી ઘરે પહોંચતા હોવાથી કિરણને પતિના ચારિત્ર્ય અંગે શંકા થતી હોવાની ચર્ચા છે. આ બાબતે બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા. દરમિયાન કિરણ રોષે ભરાયા હતા અને પોતાના જ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
