માંડવી : મઢી સુગરમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવ.
મેઘરાજાની મહેર સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ હર્ષોલ્લાસ સાથે માણી
મઢી વિભાગ ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી, મઢી સુગરમાં ભવ્ય નવરાત્રિ મહોત્સવ.
મઢી સુગર ફેક્ટરીમાં માં ખોડિયારમાંના પ્રાંગણમાં નવરાત્રિના પાવન પર્વની ઉજવણી ભક્તિ તેમજ શક્તિના સકારાત્મક સમન્વયથી ઉલ્લાસ સહ ઉજવણી કરવામાં આવી રહી છે. દરરોજ માતાજીની ભક્તિભાવથી આરતી આરાધના કરી ખૂબ જ ઉત્સાહથી ખેેલૈયાઓ ગરબા અને રાસની રમઝટથી ઝૂમી ઊઠ્યા. મઢી સુગર સાંસકૃતિક ઉત્સવ સમિતિ દ્વારા આ પાવન પર્વ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં નાના ભુલકાઓનો ઉત્સાહ વધારવા શ્રેષ્ઠ વેશભૂષા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભાગ લેનાર નાના મોટા બાળકોએ માતાજીના વિવિધ રૂપ, મહાદેવ, છત્રપતિ શિવાજી , દેશના રક્ષક, સામાજિક કાર્યકર જેવા વિવિધ પાત્રોનું પ્રદર્શન કરી ઉલ્લાસથી ઝૂમી ઊઠ્યા હતા.દરેક બાળકોને પ્રોત્સાહન ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા તેમજ મેઘરાજાની મહેર સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ હર્ષોલ્લાસ સાથે માણી હતી.,
