સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ ફરી આગ
રહેણાંક અને વ્યવસાયિક મકાનમાં આગ
આગ શોર્ટ સર્કીટતી લાગી હોવાનો અનુમાન
સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગોપીપુરા ખાતે રહેણાંક અને વ્યવસાયિક મકાનમાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.
સુરતમાં રોજેરોજ આગના બનાવો બની રહ્યા છે. ત્યારે ગોપીપુરા વિસ્તારમાં ભયાનક આગની ઘટના બની હતી. ગોપીપુરામાં રહેણાંક/વ્યવસાયિક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જેને લઈ સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો. આસપાસના લોકોએ ધુમાડો અને આગની જ્વાળા જોતા તાત્કાલિક ફાયરને જાણ કરી હતી. જેથી ત્વરિત ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગ શોર્ટ સર્કીટતી લાગી હોવાનો અનુમાન લગાવાઈ રહ્યો છે. પરંતુ આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો. જો કે આગમાં ઘરમાં મોટુ નુકશાન થયુ હતું.
