સુરત પાલિકાના નાયબ આરોગ્ય અધિકારી સસ્પેન્ડ
મિશનરની સરપ્રાઈઝ ચેકિંગને લઈ ગેરહાજરી
નાયબ આરોગ્ય અધિકારી ડો.એપી ભટ્ટને સસ્પેન્ડ કરી દેવાયા
સુરત મહાનગર પાલિકાની સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીને સ્વચ્છતા અભિયાન 2026 અંતર્ગત કમિશનરની સરપ્રાઈઝ ચેકિંગને લઈ ગેરહાજરીથી સસ્પેન્ડ કરાયા હતાં.
સુરત મનપાના સેન્ટ્રલ ઝોનના નાયબ આરોગ્ય અધિકારી ડો. એપી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયાં છે. સ્વચ્છતા અભિયાન 2026 અંતર્ગત કમિશનરના સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન અધિકારી અને સફાઈ સ્ટાફ સ્થળ પર ગેરહાજર રહેતા ડો.એપી ભટ્ટને સસ્પેન્ડ કરી દેવાયા હતાં. ભાગળ વેજીટેબલ માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરીનું સુપરવિઝન ન કરવા બદલ ડો એપી ભટ્ટની સામે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. અધિકારી વિરૂદ્ધ શિસ્તભંગ અને ફરજમાં બેદરકારી દાખવવા બદલ વિભાગીય તપાસ શરૂ કરવાની વિચારણા કરાઈ છે. તો સસ્પેન્શન સમયગાળા દરમિયાન મ્યુનિસિપલ કમિશનરની પરવાનગી વગર શહેર છોડવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે. અને સસ્પેન્ડ થયેલ અધિકારીને નિયમ મુજબ સબસીસ્ટન્સ એલાઉન્સ મળશે, પરંતુ તેઓ કોઈ ખાનગી નોકરી કે ધંધો કરી શકશે નહીં.
