દાહોમાં 20 લાખ ના ખર્ચે તૈયાર કરાયો ખાનગી રનવે
રતન ટાટાના સ્મરણમાં 20 લાખના ખર્ચે તૈયાર કરાયો ખાનગી રનવે
મોટર હેંગગ્લાઇડીંગ અને પેરાગ્લાઇડીંગ સહિત રનવે તૈયાર કરાયો
ઝુબિન કોન્ટ્રાકટરે રતન ટાટાના સ્મરણમાં તૈયાર કર્યો રનવે
દાહોદ ના પેરાગ્લાઇડીંગ ના શોખીન ઝુબિન કોન્ટ્રાકટરે રતન ટાટા ના સ્મરણ માં 20 લાખ ના ખર્ચે તૈયાર કર્યો ખાનગી રનવે જ્યાં હવે મોટર હેંગગ્લાઇડીંગ અને પેરાગ્લાઇડીંગ સહિત ની અલગ અલગ એડવેન્ચર એક્ટિવિટી થઈ શકશે
દાહોદ શહેર ના પારસી પરિવાર ના ઝૂબિન કોન્ટ્રાકકટર છેલ્લા કેટલાય વર્ષો થી પેરાગ્લાઇડિંગ નો શોખ ધરાવે છે અને પેરાગ્લાઇડીંગ પાવર મોટરગ્લાઇડીંગ વસાવી દાહોદ નજીક રામપુરા ખાતે આવેલા તેમના ખેતરો માં પેરાગ્લાઇડીંગ કરી પોતાના શોખ ને જીવંત રાખ્યો હતો સાથે જ ઓલ ઈન્ડિયા પાવરગ્લાઇડીંગ અને પેરાગ્લાઇડીંગ એશોસીએશન સાથે જોડાઈ દેશ ના અલગ અલગ વિસ્તારો માં સાથી મિત્રો સાથે અલગ અલગ કાર્યક્ર્મ થકી પેરાગ્લાઇડીંગ માં ભાગ લેતા આવ્યા છે ત્યારે પેરાગ્લાઇડિંગ સહિત એરોસ્પોર્ટ એકટીવીટી ને અગાળ વધારવા માટે તમામ સભ્યો મંથન પણ કરતાં હોય છે ત્યારે આ તમામ એકટીવિટી ને પ્રોત્સાહન મળે અને આજના યુવાનો વિધાર્થીઓ પેરાગ્લાઇડીંગ સહિત ની અલગ અલગ એકટીવિટી માં ભાગ લઈ શકે તે માટે દાહોદ નજીક રામપુરા ખાતે 20 લાખ થી વધુ ના ખર્ચે આશરે 2000 ફૂટ લાંબો અને 70 ફૂટ પહોળો રનવે તૈયાર કરી આજે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું ઝૂબિન કોન્ટ્રાકટર નું કહેવું છે કે વિધાર્થીઓ અલગ અલગ પ્રોજેકટ તૈયાર કરતાં હોય છે ડ્રોન ઉડાવવાની પ્રેક્ટિસ હોય કે પછી અન્ય પ્રોજેકટ નું પરીક્ષણ અને એડવેન્ચર એક્ટિવિટી માટે ખુલ્લી જગ્યા ની જરૂર પડતી હોય તે તમામ એકટીવિટી અહી થઈ શકે માત્ર ઉડાન ભરવા માટે નહીં પરંતુ તમામ પ્રકાર ની વિવિધ એકટીવિટી માટે આ ઉપયોગી નીવડશે જેથી દાહોદ સહિત આસપાસ ના વિસ્તાર માટે આ એરફીલ્ડ ખૂબ ઉપયોગી સાબિત થશે આ સિવાય ભવિષ્ય માં અહી પેરાગ્લાઇડીંગ ની તાલીમ શરૂ કરાશે તો આ તાલીમ ગુજરાત માં ક્યાય નથી મળતી તે દાહોદ માં મળી શકશે અને દાહોદ સિવાય અન્ય જિલ્લા ના લોકો પણ આનો લાભ લઈ શકશે
