સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ
કોસાડ આવાસમાં પાલિકાની બેદરકારીએ રિક્ષા ચાલકનો અકસ્માત
અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ
સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે કોસાડ આવાસમાં પાલિકાની બેદરકારીએ રિક્ષા ચાલકને અકસ્માત નડ્યો હતો જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
સુરતમાં વારંવાર અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે મનપાની બેદરકારીના કારણે કોસાડ આવાસમાં અકસ્માત સર્જાયો હતો. રોડ પર મુકેલા પાણીના પાઇપ સાથે ધડાકે ભર રીક્ષા અથડાઈ હતી. પાણીના પાઈપ મુક્યા હોય ત્યાં કોઈ પણ પ્રકારના બેરીકેટ મુકવામાં આવ્યા ન હતાં. તો ટક્કર એટલી જોરમાં થઈ કે રીક્ષા પલ્ટી મારી ગઈ હતી તે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. તો ઘટનાને જોઈ આજુ બાજુના લોકો દોડી આવ્યા હતા અને રીક્ષામાંથી લોકોને બહાર કાઢ્યા હતાં. તો ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવાયો હતો.
