ગુજરાત ભાજપના નેતાઓએ ભાંગરો વાટ્યો,

Featured Video Play Icon
Spread the love

દેશભરમાં આજે (10 એપ્રિલ)ના રોજ મહાવીર જયંતીની ઉજવણી થઇ રહી છે. દેશભરના નેતાઓ અને હસ્તીઓ X પર મહાવીર જયંતીની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ત્યારે ભાજપના અનેક નેતાઓએ ભગવાન મહાવીરના બદલે ભગવાન બુદ્ધનો ફોટો મૂકીને શુભેચ્છા પાઠવી હતી ત્યારે સોશિયલ મીડિયામાં આ પોસ્ટ વાઈરલ થતા જૈન સમાજમાં ચર્ચાએ જોર પકડ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોઇ તહેવાર કે વિશેષ દિવસે X પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવતા હોય છે. ત્યારે ભાજપના નેતાઓમાં ગાડરિયા પ્રવાહની જેમ સૌથી પહેલાં રિટ્વિટ કરવાની હોડ લાગી જાય છે. આ દરમિયાન ભાજપનો સાયબર સેલ પણ ધડાધડ શુભેચ્છા પાઠવવા લાગે છે. આમ, ભાજપના નેતાઓએ જોયા સમજયા વિના મહાવીર જયંતી નિમિત્તે સૌથી પહેલાં શુભેચ્છા પાઠવીને ગુડ લિસ્ટમાં રહેવાની લ્હાયમાં એકસાથે અનેકે ભાંગરો વાટતા ચર્ચાનો વિષય બન્યો છે. જો કે, હર્ષ સંઘવીએ X પર પોસ્ટ કર્યા બાદ થોડી વારમાં જ ભૂલ સુધારી દીધી હતી અને જૂનું ટ્વિટ ડીલિટ કરીને મહાવીરના ફોટા સાથે નવું ટ્વિટ કર્યું હતું. દેશભરમાં મહાવીર જયંતિની ભવ્ય ઉજવણી થઇ રહી છે ત્યારે ગુજરાતનાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ મહાવીર જયંતિની શુભકામનાઓ પાઠવી સોશયલ મીડિયા પર વીડિયો શેર કર્યો છે

નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં નવમી એપ્રિલે આયોજિત કાર્યક્રમમાં નવકાર મંત્રનું મહત્ત્વ સમજાવતું ભાષણ આપ્યું હતું, પરંતુ ભાજપના નેતાઓને જ નવકાર મહા મંત્રનો મહિમા તો દૂર, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ વચ્ચેનો ફરક પણ ખબર નથી. મહાવીર જયંતી નિમિત્તે X પર બુદ્ધનો ફોટો મૂકીને શુભેચ્છા આપનારાની યાદી બહુ લાંબી છે. આ ભૂલ કરનારામાં જીતુ વાઘાણી, ભાવનગરના સાંસદ નીમુબેન બાભણિયા, અંકલેશ્વરના ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ, મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ, ધોળકાના ધારાસભ્ય કીર્તિસિંહ ડાભી, ખેરાલુના ધારાસભ્ય સરદારભાઇ ચૌધરી, ઉંઝાના ધારાસભ્ય કિર્તી પટેલ, જામનગર દક્ષિણના ધારાસભ્ય દિવ્યેશ અકબરી, છોટાઉદેપુરના સાંસદ જશુભાઇ રાઠવા, ભાજપ સીએ સેલના સભ્ય નરેશ કેલ્લા, સુરત ભાજપના જનરલ સેક્રેટરી કિશોર બિન્દલ સહિતના ભાજપના સ્થાનિક આગેવાનોએ ગાડરિયા પ્રવાહની જેમ ખોટા ફોટો સાથે પોસ્ટ મૂકીને મહાવીર જયંતીની શુભેચ્છાઓ પાઠવી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *