સુરતના ઉધના વિસ્તારમાં લાલ રંગનું કેમિકલયુક્ત પાણી

Featured Video Play Icon
Spread the love

સુરતના ઉધના વિસ્તારમાં લાલ રંગનું કેમિકલયુક્ત પાણી
વરસાદની આડમાં ગટરમાં કેમિકલ છોડાયું
આશંકા વચ્ચે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો

સુરતના ઉધના વિસ્તારમાં ગટરની લાઇનમાંથી લાલ રંગનું કેમિકલયુક્ત પાણી બહાર આવતા રસ્તાઓ લાલમલાલ થઈ ગયા હતા. જેથી વરસાદની આડમાં ગટરમાં કેમિકલ છોડાયું હોવાની આશંકા વચ્ચે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સુરતના ઉધના વિસ્તારમાં પર્યાવરણને સાથે રમત રમાઈ રહી હોય તેમ નાયરા પેટ્રોલ પંપ સામે અને જોડીયો શોરૂમ પાસે ગટરની લાઇન ઉભરાતા લાલ રંગનું કેમિકલયુક્ત પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. ભારે વરસાદનો લાભ લઈને કોઈ ઔદ્યોગિક એકમ દ્વારા ગટરમાં કેમિકલ છોડવામાં આવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કેમિકલયુક્ત પાણી રસ્તા પર ફેલાતા સ્થાનિક લોકોમાં ભય અને ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનું કહેવું છે કે આ પ્રકારની બેદરકારીથી પર્યાવરણ અને લોકોના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે. ઘટનાને લઈને હવે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *