અમરેલીના શંકાસ્પદ મૌલાના સામે કડક કાર્યવાહી
“મદરેસા” પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવ્યુ
ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે ઇમારત તોડી પડાઈ
અમરેલીના ધારીના હીમખીમડીપરા વિસ્તારમાંથી ઝડપાયેલા શંકાસ્પદ મહમ્મદ ફજલ શેખના મદ્રેશા પર આજે તંત્રએ બુલડોઝર ફેરવ્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અધિકારીઓની દેખરેખ હેઠળ કાર્યવાહી હાથ ધરી..
અમરેલી જિલ્લાના ધારીના હીમખીમડીપરા વિસ્તારમાં મદ્રેશા ચલાવતા મૌલવી મોહમદફઝલ શેખ ના મોબાઇલ ફોન માથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન ના સોશિયલ મીડિયા ગૃપ મળી આવ્યા હતા.. આ મૌલવીની શંકાસ્પદ ગતિવિધિઓ સામે આવ્યા બાદ એટીએસ ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી… આ સમગ્ર મામલે મૌલવી જે મદ્રેશા ચલાવી રહ્યો હતો એ ગેરકાયદેસર જમીન પર હોવાનું સામે આવતા તંત્રનુ બુલડોઝર ફેરવી દઈ મદ્રેશા જમીન દોસ્ત કરી દેવામાં આવી છે ત્યારે ધારીના હીમખીમડીપરા વિસ્તારમાં મદ્રેશા નુ ડિમોલીશન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.. જેમા બે ડીવાયએસપી.. ત્રણ પીઆઈ તેમજ મોટો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.. પ્રાંત અધિકારી.. અને મામલતદારની હાજરીમાં આ મદ્રેશા ને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યુ હતું.. હિમખીમડીપરા ના મદ્રેશા નુ આ ડિમોલીશન બાદ જીલ્લાના અસામાજિક તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે