અમરેલી શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચડાવી
આખા ગામમાં શોભાયાત્રા પણ કાઢવામાં આવી
શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
અમરેલી કુકાવાવ તાલુકાના કોલડા ગામ અંતર્ગત સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચડાવીને ભવ્યથી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી….
વૈશાખ સુદ પૂનમ ને દિવસે યજમાન રાજેશભાઈ ગુણવંતભાઈ કિકાણી તેમજ પ્રફુલભાઈ ગામ કોલડા હાલ અમદાવાદ દ્વારા બાવન ગજની ધજા ની પૂજન વિધિ કરીને આખા ગામમાં શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સંત શ્રી કોલવા ભગતના મંદિરે બાવન ગજની ધજા ચડાવવામાં આવી હતી… રાજાધિરાજ દ્વારકાધીશ પ્રભુનુ જગત મંદિર (દેવળ) ફેરવીને દર્શન દીધા એવા મહાન સંત શ્રી કોલવા ભગતના મંદિરે કોલેશ્વર ધામ કોલડામાં દ્વારકાધીશ અખંડ જ્યોત સ્વરૂપે બિરાજમાન છે ત્યારે કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ દ્વારા દર પુનમે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે…. તેમજ નાના બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવે છે ધર્મ પ્રેમી ભાવિ ભક્તો તેમજ શ્રદ્ધાળુ દર પૂનમ ભરવા તેમજ અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી આવે છે…