અમરેલીના સાવરકુંડલામાં ગેસ લીકેજથી આગ

Featured Video Play Icon
Spread the love

અમરેલીના સાવરકુંડલામાં ગેસ લીકેજથી આગ
કેવડાપરામાં ગેસ લીકેજથી બે વ્યક્તિ દાઝ્યા
ઘરમાં રાખેલ તમામ સામાન બળીને ખાખ

સાવરકુંડલા શહેરમાં એલપીજીગેસ લીકેજથી ભીષણ આગ ભભુકી ઉઠતા અફડાતફડી મચી બે વ્યક્તિ સામાન્ય રીતે દાઝી જતાં તાત્કાલિક સારવાર આપવામાં આવેલ..

અમરેલીના સાવરકુંડલા શહેરના કેવડા પરા વિસ્તાર નજીક આવેલ દેવીપૂજક વાસમાં એક દુઃખદ ઘટના બની અહીં રહેતા કિશોરભાઈ રાજુભાઈ જીપલોટના ઘરે ગેસનો બાટલો ચાલુ કરતી વખતે અચાનક લીકેજ થતા ભયંકર આગ ભભુકી ઉઠી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ગણતરીની પળોમાં જ ઘર તેમજ ઘરમાં રાખેલ તમામ સામાન બળીને ખાખ થઈ ગયો આગની જવાળાઓ આસપાસના વિસ્તારમાં પણ ફેલાઈ જવાની ભીતિ સેવાઈ રહી જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ ફેલાયો આ દુર્ઘટનામાં કિશોરભાઈના પરિવારના બે સભ્યોને હાથ અને પગના ભાગે સામાન્ય દાજી જતાં તાત્કાલિક સારવાર આપવામાં આવી ઘટનાની જાણ થતા જ વોર્ડ નંબર ૯ ના કાઉન્સિલર શ્રી રમેશભાઈ ચૌહાણ અને શ્રી અનિલભાઈ ગોહિલે તાત્કાલિક સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદીને જાણ કરવામા આવી નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીને કારણે મોટી જાનહાનિ ટળી હતી. ફાયર સુપરવાઇઝર શ્રી જયરાજભાઈએ તાત્કાલિક એરો ગેસ એજન્સીના માલિક બબાશેઠને આ ઘટના અંગે જાણ કરી હતી. જેના પગલે એરો ગેસ એજન્સીના કર્મચારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને લીકેજ થયેલ તેમજ અન્ય એક એમ કુલ બે ગેસના બાટલા કબજે લીધેલ ગેસ લીકેજનું ચોક્કસ કારણ જાણવા માટે એજન્સી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.

આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ગેસ સિલિન્ડરની સલામતીને લઈને અનેક સવાલો ઉભા થયા છે સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની ન થતાં તંત્રએ હાશકારો લીધો આગના કારણે કિશોરભાઈના પરિવારને ભારે આર્થિક નુકસાન થયું આગની ઘટના અંગે સાવરકુંડલા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *