મોડાસામાં ( modasa ) ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાંથી દારુ ઝડપાયો
દારુની હેરાફેરી કરવા શખ્શે બોલેરો કાર પર ગવર્મેન્ટ ઓફ ગુજરાતલખાણનો ઉપયોગ કર્યો
૪૦૩ જેટલી વિદેશી દારુની બોટલો સાથે બે યુવકની ધરપકડ કરાઈ
ગવર્મેન્ટ ઓફ ગુજરાતના લખાણનો હવે ગુનાઈત પ્રવૃત્તિ માટે દુરુપયોગના કિસ્સામાં વધારો થી રહ્યો છે. ત્યારે મોડાસામાં ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાંથી દારુ ઝડપાયો. દારુની (Leakar) હેરાફેરી કરવા શખ્શે બોલેરો કાર પર ગર્વમેન્ટ ઓફ ગુજરાત લખાણનો ઉપયોગ કર્યો.
એલસીબીને (LCB) બાતમી મળતા સર્વોદય ડુંગરી વિસ્તારમાં બોલેરો કારને રોકી તલાશી લીધી હતી. કારમાંથી ૪૦૩ જેટલી વિદેશી દારુની બોટલો સાથે બે યુવકની ધરપકડ કરાઈ. ગાડીનો ઉપયોગ સરકારી કોન્ટ્રાક્ટમાં કે સરકારી કર્મચારી કરતા હોવા અંગે તપાસ કરાશે. કોન્ટ્રાક્ટ કે સરકારી કર્મી દ્વારા Government of Gujarat ના વાહનો પર લખાણ લખાયું હતું કે કેમ એ સવાલ ઉભા થઇ રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ Government of Gujaratના લખાણ વાળી ગાડીમાંથી મોડાસામાં ગૌમાંસની હેરાફેરી ઝડપાઈ હતી.