અમદાવાદ ખાડિયામાં એએમસીચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનની એન્ટ્રી.

Featured Video Play Icon
Spread the love

અમદાવાદ ખાડિયામાં એએમસીચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનની એન્ટ્રી.
પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટનું વિવાદાસ્પદ નિવેદન.
ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તો કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખે પણ ભૂષણ ભટ્ટના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ચૂક્યું છે. કોંગ્રેસ, ભાજપ અને આપ દ્વારા તેના ઉમેદવારોને જીતાડવા માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. ગત રોજ પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે ચૂંટણી પ્રચાર દરમ્યાન વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. ભાજપ નેતા ભૂષણ ભટ્ટના નિવેદન પર કોંગ્રેસના નેતા ગ્યાસુદ્દીન શેખે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ભાજપ વિધાનસભા હોય કે લોકસભા તેમાં ધર્મની રાજનીતિ કરતું હોય છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રાથમિક સુવિધાની વાત કરવાની હોય છે. ભાજપ સ્થાનિક સ્વરાજ્યમાં ધર્મની વાત કરે છે. SIR માં બોગસ મતદારોના નામ નીકળી ગયા છે. ખાડિયા દરિયાપુર અને શાહપુરની બેઠક ભાજપ હારી રહ્યું છે.

ગુજરાતમાં ચૂંટણીના પ્રચારમાં પાકિસ્તાનની એન્ટ્રી થઈ છે. અમદાવાદમાં પૂર્વ ધારાસભ્યએ ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનો ઉલ્લેખ કર્યો હતો. ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પાકિસ્તાનનું નામ લઈને વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. ખાડિયાને અમે પાકિસ્તાન ક્યારેય નહી બનવા દઈએ. ખાડિયામાં ભલે ઓછા છીએ પણ એક છીએ. ખાડિયામાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભૂષણ ભટ્ટનું નિવેદન સામે આવ્યું હતું…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *