સુરતના નવાગામ ડિંડોલીમાં લિફ્ટમાં ત્રણ વ્યક્તિ ફસાયા
ફાયરની ટીમે ત્વરિત સ્થળે દોડી જઈ રેસ્ક્યુ કર્યુ
સુરતના નવાગામ ડિંડોલી ખાતે આવેલ રેસિડેન્સીમાં વીજળી અચાનક જતી રહેતા લિફ્ટમાં સવાર માતા-પુત્રી સહિત ત્રણ વ્યક્તિ ફસાયા હોય તેઓનુ ફાયરની ટીમે ત્વરિત સ્થળે દોડી જઈ રેસ્ક્યુ કર્યુ હતું.
સુરતના નવાગામ ડીંડોલી ખાતે આવેલા દેવદર્શન રેસીડેન્સીમાં અચાનક વીજળી ડૂલ થઈ ગઈ હતી. જેને પગલે ત્રીજા માળે લિફ્ટ અટકી જવાને કારણે લિફ્ટમાં સવાર માતા સીમાબેન પ્રમોદ પ્રધાન અને તેની 9 માસની પુત્રી માનસી તેમજ અન્ય 66 વર્ષિય વ્યક્તિ રમેશભાઈ સુથાર ફસાઈ ગયા હતાં. વીજળી ડૂલ થવાને કારણે અંધારું થઈ ગયું હતું તેમજ લિફ્ટમાં ફસાઈ જવાને કારણે મહિલા પોતાની માસુમ પુત્રીને લઈને ખૂબ જ ગભરાઈ ગઈ હતી. જોકે, આ ઘટના અંગે ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવતા ડીંડોલી ફાયર સ્ટેશનથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને રેસ્ક્યુ કરીને માસૂમ બાળકી સહિત ત્રણે વ્યક્તિને સહીસલામત બહાર કાઢી લેવામાં આવ્યા હતાં.