સુરતના સાયન્સ સેન્ટર ખાતે તાલ ગ્રુપ દ્વારા નાયિકા 5.0
રંગીની ફોક આર્ટસ અને ડાન્સ ફેસ્ટિવલનુ આયોજન
તારીખ 13 અને 14 ફેબ્રુઆરીએ આયોજન
સુરતના સાયન્સ સેન્ટર ખાતે તાલ ગ્રુપ દ્વારા નાયિકા 5.0 રંગીની ફોક આર્ટસ અને ડાન્સ ફેસ્ટિવલનુ 13 અને 14 ફેબ્રુઆરીના રોજ આયોજન કરાયુ છે. જે અંગે માહિતી અપાઈ હતી.
સુરતના તાલ ગ્રુપ અને સીઆઈઓફ ઈન્ડિયા દ્વારા એસએમસીના સહયોગથી 13 અને 14 ફેબ્રુઆરીના રોજ સાયન્સ સેન્ટરમાં નાયિકા 5.0 રંગીની ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવ ભારતની વિવિધ લોકકલા અને લોકનૃત્યો નો જીવંત ઉત્સવ છે. આ વર્ષે પેહલી વાર નાયિકા સાથે રંગીની ફેસ્ટિવલ જોડાઈ રહ્યું છે, જે ખાસ આજ ની યુવા પેઢી માટે કેન્દ્રિત આર્ટ ફેસ્ટિવલ છે. રંગીની અ યુથ આર્ટ ફેસ્ટીવલ ઝાઈના શાહ ની પહેલ છે, જે એક 16 વર્ષ ની ઉભરતી કલાકાર છે અને હાલ ફોઉંટનહેડ સ્કૂલ ના 11માં ધોરણ માં ભણે છે. રંગીની નો મુખ્ય ઉદ્દેશ શાળાના બાળકોને ભારત ના વિભિન્ન લોક કાલા જેમ કે પિથોરા, મધુબની પેઇન્ટિંગ, જરદોશી કઢાઈ, લિપ્પન આર્ટ, વગેરે મા શિક્ષિત કરવા, પ્રેરણા આપવી તથા જોડાવા પ્રોત્સાહિત કરવાનો છે. આ કાર્ય માટે ભારત ના પદ્મશ્રી વિજેતા અને અન્ય દિગ્ગજ કલાકારો દ્વારા વોકર્શોપ્સ કરવામાં આવશે. જેમા બાળકો ભાગ લઇ પોતાના હાથે કલાકૃતિઓ બનાવશે. સાથેજ ડાન્સ પર્ફોર્મન્સ અને ડ્રોઇંગ કોમ્પિટિશન થકી બાળકોને પોતાની કલા પ્રતિભાનું પ્રદર્શન કરવાની એક તક આપવાનો છે.
આ ફેસ્ટિવલમાં સુરત અને ગુજરાતના પ્રખ્યાત કલાકારોની ક્લાકૃતિઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. વર્ષ 2005માં આર્કિટેકટ કૃતિકા શાહ દ્વારા સ્થાપિત તાલ ગ્રુપ, ભારતીય લોકનૃત્યોને વૈશ્વિક મંચ પર પ્રોત્સાહિત કરી રહ્યું છે અને પરંપરાગત લોકનૃત્યોને જનસમુદાય સુધી પહોંચાડવાનું કાર્ય કરી રહ્યું છે. તાલ ગ્રુપ માં 8 થી 65 વર્ષની છોકરીઓ અને મહિલાઓ આ યાત્રાનો અભિન્ન ભાગ રહ્યા છે. તાલ ગ્રુપ એ ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય ફોકલોર ડાન્સ ફેસ્ટિવલ 2020 અને 2024 નું સફળ આયોજન કર્યું છે, તેમજ 5 થી વધુ આંતરરાષ્ટ્રીય ફોલ્ક ડાન્સ ફેસ્ટિવલસ માં ભારતીય લોકનૃત્યો નું પ્રદર્શન કર્યું છે. આ વર્ષે પણ નાયિકા 5.0 માં સુરતના તાલ ગ્રુપના કલાકારો, શાળાના બાળકો તથા વડોદરાના કલાકારો દ્વારા ગરબો, લાવણી, કથક, કૃષ્ણ ભક્તિ, ચિરમી જેવા લોકનૃત્યો ની પ્રસ્તુતિ એક સુંદર કલાત્મક માહોલમાં થશે. સાથે જ ફેશન શો અને સંગીતની એક અનન્ય કાર્યક્રમ પણ નિહાળવાની તક મળશે. નાયિકા 5.0 એક્સ રંગીની ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલ ફોલ્ક કલા નો એક નવો એશિયા અને ઇન્ડિયા નો રેકોર્ડ સ્થાપિત થવા જય રહ્યો છે.
