મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજથી મગફળીની આવક પર પ્રતિબંધ
યાર્ડમાં જથ્થાનો ભરાવો થતાં નિર્ણય લેવાયો
મગફળી લઈને મહુવા યાર્ડ આવતા ખેડૂતો માટે મહત્વના સમાચાર
18 નવેમ્બરથી અનિશ્ચિત સમય માટે આવક બંધ
મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ હોય અને ભરાવો થવાને પગલે અનિશ્ચિત સમય માટે ખેડૂતોને મગફળી લાવવા ઉપર પ્રતિબંધ આપવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લાનું મહુવા ડુંગળીનું હબ છે, પરંતુ ઘણા વર્ષોથી મગફળીની આવક વધી રહી છે. ત્યારે મહુવા યાર્ડમાં 18 નવેમ્બરથી ખેડૂતોને મગફળી નહિ લાવવા આદેશ કરાયો છે. જો કે ખેડૂતોને ક્યારે મગફળી લાવવી તે પણ તારીખ જાહેર કરાઇ છે.
ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં ભરાવો થવાને કારણે હવે નવી મગફળી લાવવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે મગફળીની આવક શરૂ હોય અને ભરાવો થવાને પગલે અનિશ્ચિત સમય માટે ખેડૂતોને મગફળી લાવવા ઉપર પ્રતિબંધ આપવામાં આવ્યો છે. મગફળીના ભાવ 17 તારીખ સુધી શું રહ્યા ચાલો જાણી ક. મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 17 તારીખના રોજ મગફળીના વિવિધ મગફળીની આવક ઉપર ભાવ રહેવા પામ્યા છે. જેમાં ગિરનાર મગફળીનો નીચો ભાવ 1100 અને ઊંચો ભાવ 1651 રહ્યો છે. જ્યારે મગફળી 66 નંબર નીચો ભાવ 1300 રૂપિયા અને ઊંચો ભાવ 1740. જ્યારે મગફળી 39 નંબર નીચો ભાવ 1000 અને ઊંચો ભાવ 1575 રહેવા પામ્યો છે. જ્યારે મગફળી 20 નંબરનો નીચો ભાવ 1200 અને ઊંચો 1634 રહેવા પામ્યો છે. 17 તારીખના રોજ મહુવા માર્કેટિંગ યાર્ડમાં 17,500 ગુણી મગફળીનું વેચાણ થવા પામ્યું હતું. મહુવા માર્કેટિંગ યાર્ડ દ્વારા મગફળીની આવક યાર્ડમાં વધી જવાને કારણે ભરાવો થવાથી નવી આવક ઉપર પ્રતિબંધ મૂક્યો છે. મહુવા માર્કેટીંગ યાર્ડએ જણાવ્યું છે કે 18 નવેમ્બર 2026ના રોજ ખેડૂતોએ નવી મગફળી લઈને માર્કેટિંગ યાર્ડમાં આવવું નહીં. યાર્ડમાં ભરાવો થવાને પગલે ખેડૂતોને 5 દિવસ સુધી મગફળી નહિ લાવવા જણાવાયું છે . જો કે 18 તારીખના સવારે 9.00 કલાક બાદ ખેડૂતોને મગફળી લઈને પ્રવેશ કરવા દેવામાં આવશે નહીં. મહુવા માર્કેટિંગ યાર્ડમાં ભરાવો થવાને પગલે મગફળીને આવક ઉપર પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે તો બીજી તરફ આગામી 22 તારીખના રોજ રવિવારના દિવસે સાંજે 6.00 કલાક બાદ ખેડૂતોને મગફળી લાવવા માટે છૂટ આપવામાં આવી છે જે બીજે દિવસે સવારે 9.00 કલાક સુધી મગફળી લઈને આવા ઉપર ખેડૂતોને છૂટ દેવામાં આવી છે. આમ જોઈએ તો 18,19,20,21 અને 22 તારીખ સાંજ સુધી ખેડૂતોને મગફળી લાવવા ઉપર પ્રતિબંધ છે
