સુરતમાં પ્લાસ્ટિક પોલીમરના દાણાની ખરીદીના નામે કરોડોની છેતરપિંડી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં પ્લાસ્ટિક પોલીમરના દાણાની ખરીદીના નામે કરોડોની છેતરપિંડી
કરોડોની છેતરપિંડીના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલને મોટી સફળતા
રાજકોટમાંથી વધુ 4 આરોપીઓ ઝડપાયા
અગાઉ આ ગુનામાં 3 આરોપીઓની થઈ ચૂકી છે ધરપકડ

સુરતમાં પ્લાસ્ટિક પોલીમરના દાણાની ખરીદીના નામે કરોડો રૂપિયાની છેતરપિંડીના કેસમાં સુરત ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમને મોટી સફળતા મળી હોય તેમ ઈકો સેલની ટીમે રાજકોટથી વધુ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતાં.તો અગાઉ આ ગુનામાં ત્રણ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

સુરતમાં કરોડોની છેતરપિંડીના કેસમાં ક્રાઈમ બ્રાન્ચની ઈકો સેલની ટીમે વધુ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્લાસ્ટિક પોલીમરના દાણાની ખરીદીના નામે ફરિયાદી પાસેથી 6 કરોડ 55 લાખ 69 હજાર 344 રૂપિયાનો માલ ખરીદવામાં આવ્યો હતો. પરંતુ માલની ખરીદી કર્યા બાદ આરોપીઓએ લાંબા સમય સુધી પેમેન્ટ ચૂકવ્યું નહોતું. ફરિયાદીએ વારંવાર સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં આરોપીઓએ પોતાના મોબાઇલ ફોન સ્વીચ ઓફ કરી દીધા હતા અને સંપર્કથી દૂર થઈ ગયા હતા. આખરે ફરિયાદીએ સુરત ક્રાઈમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે ઈકો સેલની ટીમે તપાસ હાથ ધરી રાજકોટથી વધુ ચાર આરોપીઓ અરવિંદ બચુ દુધાત્રા, કેયુર નરેન્દ્ર ડોબરીયા, મહેશ દેવજી રાખોલીયા અને પાર્થ રાજેશ ઉજરીયાને ઝડપી પાડ્યા છે. તો આ કેસમાં અગાઉ લલિત, કિરણ અને ઉત્તમ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. હાલ સમગ્ર ગુનામાં કુલ 13 જેટલા આરોપીઓની સંડોવણી સામે આવી છે. કરોડોની આ છેતરપિંડીમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *