ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન બીજા દિવસે પણ યથાવત

Featured Video Play Icon
Spread the love

ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોનું આંદોલન બીજા દિવસે પણ યથાવત
સત્યાગ્રહ છાવણી ખાતે વ્યાયામ શિક્ષકોના ધરણાં
19 મહિના બાદ પણ નોટિફિકેશન ન આવતાં ઉમેદવારોમાં રોષ.

ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોની ભરતી માટે બીજા દિવસે પણ આંદોલન યથાવત, 19 મહિના બાદ પણ નોટિફિકેશન ન આવતાં ઉમેદવારોમાં રોષ.

ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોની ભરતીની માંગ સાથે ઉમેદવારોનું આંદોલન યથાવત રહ્યું છે. આંદોલનના બીજા દિવસે પણ ઉમેદવારો છાવણીમાં એકત્ર થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. ઉમેદવારોનો આક્ષેપ છે કે 19 મહિના વીતી ગયા હોવા છતાં ભરતી પ્રક્રિયા આગળ વધી નથી. જ્યાં સુધી ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો તેમણે નિર્ણય વ્યક્ત કર્યો છે. આંદોલન કરી રહેલા ઉમેદવારોનો દાવો છે કે મુખ્યમંત્રીએ ભરતી અંગે સહમતી આપી હતી અને બજેટમાં જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે. તેમ છતાં નિયમોના બહાને ભરતી પ્રક્રિયામાં વધુ સમય લેવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ ઉમેદવારોએ કર્યો છે.

યામ શિક્ષકોની ભરતી માટે લાંબા સમયથી રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ નથી. અગાઉ પણ તેમણે આ મુદ્દે 32 દિવસ સુધી આંદોલન કર્યું હોવાનો દાવો કર્યો છે. તેમ છતાં ભરતી અંગે કોઈ અંતિમ જાહેરાત ન થતાં ઉમેદવારો ફરીથી આંદોલનના માર્ગે ઉતર્યા છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *