અમદાવાદમાં એનએસયુઆઈ ના કાર્યકરોની અટકાયત.
વોટ ચોરી મામલે એનએસયુઆઈના કાર્યકરો કરતા હતા વિરોધ.
વિરોધ કરી રહેલા કાર્યકરોની પોલીસે કરી અટકાયત.
રાહુલ ગાંધીના વોટચોરીના આક્ષેપ બાદ અમદાવાદમાં દેખાવો.
વોટ ચોરી મુદ્દે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે રાહુલ ગાંધી સહિતના નેતાઓની પોલીસે અટકાયત કરી હતી, જે બાદ આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાસે એનએસયુઆઈના કાર્યકરોએ બેનર સાથે વિરોધ કર્યો હતો. જે બાદ રસ્તો રોકી લેતા પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી હતી.
વોટ ચોરી મામલે NSUIના કાર્યકરો સૂત્રોચાર અને હાથમાં બેનર સાથે ગુજરાત યુનિવર્સિટીના ગેટની બહાર પહોંચ્યા હતા. વિરોધ દરમિયાન NSUIના કાર્યકરો હાથમાં બેનર સાથે રસ્તા રોકવા લાગ્યા હતા. આ દરમિયાન પોલીસે કેટલા કાર્યકરોની અટકાયત શરૂ કરી ત્યારે કાર્યકરો રસ્તા રોકીને રોડ પર બેસી ગયા હતા. જેથી તમામ કાર્યકરોની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી. જે બાદ ગુજરાત યુનિવર્સિટી બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. NSUIના નેતા હર્ષ સોનીએ જણાવ્યું કે, દેશના ઇલેક્શન કમિશન દ્વારા મતદારોનો ડેટા આપવામાં આવી રહ્યો નથી. NSUIના નેતા હર્ષ સોનીએ જણાવ્યું હતું કે અમારા નેતા રાહુલ ગાંધી અવાજ ઉઠાવી રહ્યા છે છતાં ઇલેક્શન કમિશન બચાવ કરી રહ્યું છે. અમારા નેતાએ વિરોધ કર્યો છે જે બાદ અમે પણ વિરોધ કરી રહ્યા છીએ. NSUIના કાર્યકરોએ બેનરસાથે વિરોધ કર્યો હતો. જે બાદ રસ્તો રોકી લેતા પોલીસે ટીંગાટોળી કરી કાર્યકરોની અટકાયત કરી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
