અમરેલીમાં મહેસુલ કર્મચારીઓ કાળી પટી ધારણ કરી વિરોધ નોંધાવ્યો
રાજ્ય સરકાર સામે પોતાની માંગણીઓ માટે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો
અમરેલી જિલ્લા મહેસુલ કર્મચારી મંડળ સાથે મોટા લીલીયા મામલતદાર કચેરીમાં મહેસુલ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકારની વિવિધ માંગણીઓના કોઈ નિર્ણય ન આવતા અમરેલી જિલ્લા મહેસુલ કર્મચારી મંડળના આદેશ મુજબ મોટા લીલીયા મામલતદાર કચેરીમાં મહેસુલ વિભાગના અધિકારીઓ દ્વારા કાળી પટી ધારણ કરી
વિરોધ નોંધાવ્યો સાથે લીલીયા તાલુકાના આવતા અરજદારોને આ ધોમધખતા તાપમાં પોતાના કામ માટે કોઇ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખી અરજદારોના કામ પણ શરૂ રહે તેવી રીતે લીલીયા તાલુકા મામલતદાર કચેરીમાં મહેસુલ વિભાગના અધિકારીઓ દ્વારા રાજ્ય સરકાર સામે પોતાની માંગણીઓ માટે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ નોંધાવ્યો..અશોક મણવર અમરેલી