સુરતમાં ગુનાહીત ઇતીહાસ ધરાવતા ઇસમો સામે કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ગુનાહીત ઇતીહાસ ધરાવતા ઇસમો સામે કાર્યવાહી
સચિનમાં ગેરકાયદેસર વિજ કનેકશન કાપવામાં આવ્યા
ગુનાહીત ઇતિહાસ ધરાવતા કુલ-૮૧ ઇસમોનું લીસ્ટ પોલીસે બનાવ્યું

સુરતના સચિન પોલીસ મથકમાં અસામાજીક તત્વો તેમજ ગુનાહીત ઇતીહાસ ધરાવતા ઇસમોના ગેરકાયદેસર વિજ કનેકશન કાપવામાં આવ્યા હતા.

આ અંગે એસીપી એન.પી.ગોહિલે જણાવ્યું હતું કે , સુરતના સચિનમાં અસામાજિક તત્વોએ કરેલા ગેરકાયદે બાંધકામો ઉપર અગાઉ કામગીરી કરવામાં આવી હતી ત્યારે આજે ગેરકાયદેસર વીજ કનેકશનો ડીજીવીસીએલને સાથે રાખી કાપી નાખવામાં આવ્યા હતા. સચીન પોલીસ સ્ટેશનમાં ગુનામાં સંડોવાયેલા અને ગુનાહીત ઇતિહાસ ધરાવતા કુલ-૮૧ ઇસમોનું લીસ્ટ પોલીસે બનાવ્યું છે જેમાં ૨૯ ઇસમો સચીન વિસ્તારમાં રહે છે ત્યારે રહેણાંક વિસ્તારમાં DGVCLના અધીકારી તેમજ પોલીસના અધિકારીઓએ ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકીગ દરમ્યાન ૧૪ જેટલા ઇસમોના ઘરે વીજ કનેક્શન ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું જેમાં અબ્દુલરહમાન અબ્દુલ ઉર્ફે અબ્દુલ્લા શેખનુ મકાન ચેક કરતા મકાનમાં DGVCL તરફથી કોઇ લાઇટ મીટર ફાળવવામાં ના આવ્યું હોવાનું સામે આવ્યું હતું. વીજ થાભલા સાથે ડાયરેક્ટ જોડાણ કરી લાઈટનો ઉપયોગ કરવામાં આવતો હતો જેથી પોલીસને સાથે રાખી વીજ જોડાણ કાપવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *