સુરત શહેર પોલીસ શહેરીજનોના સુરક્ષા માટે સતત ખડેપગે
સીસીટીવી કન્ટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાઈ
સુરતમાં ધોધમાર વરસાદ વરસ્તા સુરત પોલીસ શહેરીજનોની સુરક્ષામાં સતત તતપર રહી હતી ત્યારે સીસીટીવી કન્ટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાઈ હતી. જ્યાં પોલીસ કમિશનર પણ હાજર રહ્યા હતાં.
સુરતમાં રવિવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદ વચ્ચે સુરત પોલીસે સતત પ્રજાની વચ્ચે રહી પ્રજાની સેવા કરી હતી. સુરતમાં મૂશળધાર વરસાદ વચ્ચે સુરત શહેર પોલીસ શહેરીજનોના સુરક્ષા માટે સતત ખડેપગે રહી હતી. તો સીસીટીવી કંટ્રોલ રૂમમાં સ્પેશિયલ ટીમ કાર્યરત કરાઈ હતી. જ્યાં પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત સહિત પોલીસ અધિકારીઓએ સીસીટીવી કંટ્રોલ રૂમમાં ખડે પગે હાજર રહી શહેર પર નજર રાખી હતી.