સુરતના પૂરે દર્દીનો જીવ જોખમમાં મૂક્યો
પાણીમાં ચાલી દર્દીને સ્ટ્રેચરમાં 108 સુધી પહોંચાડ્યા
એમ્બ્યુલન્સ સુધી પહોંચતા 30 મિનિટ લાગી
સુરત શહેર અને જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે ખાડી પુરની પરિસ્થિતિ ઉભી થઈ છે. ત્યારે લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં વરસાદી પાણી યથાવત રહેતા બેભામ થયેલા દર્દીને હોસ્પિટલે પહોંચાડવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સુરતના લિંબાયત મીઠી ખાડી વિસ્તારમાં હજુ પણ પાણી યથાવત છે. ત્યારે બેભાન દર્દી માટે તંત્ર દ્વારા કોઇ પણ સુવિધા ઉભી ન કરી હોવાનુ સામે આવ્યુ છે. રેમાન નામના વ્યક્તિની તબિયત બગડી હતી જેથી ફાયર પાસે સ્થળ પર બોટની સુવિધા ન હોવાથી અવ્યવસ્થા વચ્ચે દર્દીને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતાં. 108 ના કર્મચારીઓ સમયસર પહોંચી ગયા હતા જો કે 108 સુધી દર્દીને પહોંચવા 30 મિનિટ લાગ્યો હતો.