સુરતમાં હત્યા કરી ભાગી છૂટેલા હત્યારાઓ ઝડપાયા
સચીન પોલીસે આરોપીને કલાકોમાં જ ઝડપી પાડ્યો
સુરતમાં છેલ્લા ઘણા સમયથી હત્યાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સુરતના સચીન વિસ્તારમાં એકની હત્યા કરી ભાગી છુટેલા હત્યારાઓને ગણતરીના કલાકોમાં જ સચીન પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા છે.
સચીન પોલીસ મથકની હદમાં ગત 23 જુનના રોજ રવિન્દ્ર ઉર્ફે રવિ શીરશાટ તથા પવન રાધેશ્યામ ચૌહાણ સાથે બાઈક પર સચીન દુરદર્શન ટાવરથી આઈસોલેશન રોડ પરથી પાંડેસરા તરફ ઝઈ રહ્યો હતો ત્યારે એખ કારમાં આવેલા અજાણ્યાઓએ તેઓને ગાળો આપ્યા બાદ કારથી બાઈકને ટક્કર મારતા રવિન્દ્ર ઉર્ફે રવિ અને તેની સાથેનો પવન પટકાયા હતા. જેમાં પવનને કારમાં આશરે પંદરેક મીટર જેટલુ ઢસડી જઈ મોત નિપજાવ્યા બાદ રવિન્દ્ર ઉર્ફે રવિને પણ ચપ્પુ વડે હુમલો કરી ભાગી છુટ્યા હતાં. બનાવને લઈ સચીન પોલીસે પી.આઈ. પી.એન. વાઘેલાના માર્ગદર્શન હેઠળ આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા જેમાં પી.એસ.આઈ. એન.ડી. ડામોરની ટીમે યુવાનની અકસ્માત કરી હત્યા કરી બીજા પર જીવલેણ હુમલો કરનાર બે આરોપીઓ ગોડાદરા ખાતે રહેતા અનીલ ઉર્ફે કોમડી અશોક સપકાળે અને કડોદરા ખાતે રહેતા કિશન ઉર્ફે દિલીપ રાજુ રાઠોડને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધા હતાં.