સુરતની ક્રાઇમ બ્રાન્ચે બે રીઢાઓને પકડી પાડ્યો
ભરૂચ નેત્રંગ પોલીસ મથકના વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલાયો
પોલીસે રૂજલા તોમર અને રાકેશ તોકરીયાની ધરપકડ કરી
દારૂની હેરાફેરી માટે ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી વાહનોની ચોરી કરનાર બે રીઢાઓને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી પાલ પોલીસ મથક અને ભરૂચ નેત્રંગ પોલીસ મથકના વાહન ચોરીના ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા છે.
સુરત પોલીસ કમિશનર દ્વારા શહેર વિસ્તારમાં બનતા વાહન ચોરીના ગુનાઓ પર અંકુશ લાવવા અને વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા અપાયેલ સુચના મુજબ ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર તથા નાયબ પોલીસ કમિશનરની સુચના મુજબ ક્રાઈમ બ્રાન્ચની જનરલ સ્કવોર્ડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે ગુજરાતના અલગ શહેરોમાંથી વાહનોની ચોરી કરનાર રીઢા ચોર એવા રૂજલા તોમર અને રાકેશ તોકરીયાને ચોરીની બજાજ પલ્સર અને હોન્ડા સાઈન મોટર સાઈકલ સાથે અડાજણ બી.એ.પી.એસ. મંદીર પાસેથી ઝડપી પાડ્યા હતાં. અને અને તેઓની પુછપરછ કરતા આરોપીઓએ કબુલાત કરી હતી કે પલ્સર મોટર સાઈકલ પાલ પોલીસ મથકની હદમાંથી તથા સાઈન મોટર સાઈકલ ભરૂચના નેત્રંગ પોલીસ મથકની હદમાંથી ચોરી કરી હતી. તો આરોપીઓ દારૂની હેરાફેરીના ઉપયોગ માટે વાહનોની ચોરી કરતા હોવાની કબુલાત કરી હતી. તો પોલીસે રીઢાઓ પાસેથી વધુ બે ચોરીની બાઈકો કબ્જે કરી હતી અને તેઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.