સુરતમાં સીલ કરાયેલી બિલ્ડીંગ અસામાજિક તત્વો નવો અડ્ડો બન્યો
પાલનપુર કેનાલ રોડ પર સ્વામી નારાયણ બિલ્ડીંગ મનપા દ્વારા સીલ કરાઈ
બિલ્ડીંગમાંથી સામાનની ચોરી કરી રહેલા ચોરો રંગેહાથ ઝડપાયા
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક વારંવાર સામે આવે છે ત્યારે પાલનપુર કેનાલ રોડ પર સ્વામી નારાયણ બિલ્ડીંગ મનપા દ્વારા સીલ કરાઈ હોય તે હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. ત્યારે સ્થાનિકોએ અસામાજિક તત્વોને બિલ્ડીંગમાંથી સામાનની ચોરી કરી રહેલા ચોરોને રંગેહાથ પકડી પોલીસને સોંપ્યા હતાં.
સુરતમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે જેમાં પાલ પોલીસ મથકની હદમાં સુરત મહાનગર પાલિકા દ્વારા પાલનપુર કેનાલ રોડ પર આવેલી સ્વામી નારાયણ બિલ્ડીંગને સીલ કરી હતી. જો કે આ બિલ્ડીંગ સીલ કરાયા બાદ સ્થાનિકો અન્ય સ્થળે ભાડે રહેવા ગયા છે ત્યારે આ બિલ્ડીંગ હાલમાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. સીલ બિલ્ડીંગમાં અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદે અડ્ડો બનાવી દેવાયો હોય રૈન બસેરા સાથે બિલ્ડીંગમાંથી અસામાજિક તત્વો સામાનની પણ ચોરી કરી રહ્યા છે ત્યારે સ્થાનિકોએ હાલમાં જ ચોરોને રંગેહાથ પકડી પોલીસને સોંપ્યા હતા ત્યારે સીલ કરાયેલી બિલ્ડીંગમાં અડ્ડો જમાવનાર અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરવી જોઈએ તેવી માંગ ઉઠી છે.