સુરતવાસીઓને પાલતુ શ્વાન રાખવા માટે લાયસન્સ લેવું પડશે
સોસાયટીમાં આજુબાજુના 10 લોકોના ભાંયેધરી પત્રની જરૂર
સુરત શહેરમાં મનપા દ્વારા 800થી વધુ નોટીસો પાઠવાઈ
100 અરજી તપાસમાં 6 અરજી કેન્સલ કરાઈ
સુરતમાં હવે પાલતુ શ્વાન માટે પણ લાઈસન્સ લેવુ પડશે. સુરત મહાનગર પાલિકાના માર્કેટ વિભાગ દ્વારા પાલતુ સ્વાન રાખવા માટે ફોર્મ બહાર પડાયુ છે. સુરત અને અમદાવાદમાં શ્વાનના કરડવાના વધી રહેલા બનાવોને લઈ પાલિકા તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરી છે.
સુરત મહાનગર પાલિકા દ્વારા પાલતુ સ્વાન રાખનારાઓ સામે મોટી કાર્યવાહી કરી હોય તેમ છે. કારણ કે હવે શ્વાન રાખવા માટે માર્કેટ વિભાગમાંથી ફોર્મ લઈ ભરવુ પડશે. અમદાવાદમાં શ્વાન કરડવાના કારણે એક બાળકનુ મોત થયુ હોય સાથે સુરતમાં તો અનેક શ્વાનના આતંક સામે આવી ચુક્યા છે જેને લઈ પાલિકા તંત્ર હરકતમાં આવ્યુ છે. અને ફોર્મમાં સોસાયટીમાં રહેતા હોય તો આજુબાજુના 10 લોકોના ભાંયેધરી પત્રની જરૂર છે. જ્યારે એપાર્ટમેન્ટના પ્રમુખની પણ બાંહેધરી લેવી હતી. મનપા દ્વારા 800થી વધુ નોટીસો પાઠવાઈ છે જેમાંથી 250 અરજીઓ લાયસન્સ માટે આવી છે અને 150 ને તો લાઈસન્સ આપી પણ દેવાયા છે. તો 100 અરજી તપાસમાં 6 અરજી કેન્સલ કરાઈ છે. અને જો કોઈ માલિક લાઈસન્સ વગર શ્વાન રાખશે તો તેની સામે પોલીસ કાર્યવાહી કરાશે તેમ પણ જણાવાયુ હતું.