ડાંગ દરબાર મેળામાં વહીવટી તંત્રની મોટી ચૂક

Featured Video Play Icon
Spread the love

ડાંગ દરબાર મેળામાં વહીવટી તંત્રની મોટી ચૂક
ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની કરવામાં આવી અવગણના
આમન્ત્રણ નહિ આપતા દર્દ છલકાયું છે

ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને પરંપરાગત ”ડાંગ દરબાર” મેળાના બીજા દિવસે સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્યોની રજૂઆત કરવામાં આવી, જેણે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. ગુજરાતી લોકગાયકની પ્રસ્તુતિઓ થઈ, જેને હાજર લોકોએ મન ભરીને માણી હતી પરંતુ ડાંગ દરબાર મેળામાં વહીવટી તંત્રની મોટી ચૂક થઇ છે

ડાંગ જિલ્લાના ઐતિહાસિક અને પરંપરાગત ”ડાંગ દરબાર” મેળામાં વહીવટી તંત્રની મોટી ચૂક થઇ છે, ડાંગ જિલ્લાની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડની અવગણના કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે,ત્યારે આમન્ત્રણ નહિ આપતા દર્દ છલકાયું છે, ‘ડાંગ દરબાર મેળામાં સ્થાનિક આદિવાસી કલાકારો દ્વારા પરંપરાગત નૃત્યોએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા. ગુજરાતી લોકગાયકની પ્રસ્તુતિઓ થઈ, લોકગાયક ભાવેશ આહિરે તેમની જોરદાર અને ઉત્સાહભરી પ્રસ્તુતિ આપી, જેણે વાતાવરણમાં નવો જોશ અને ઉર્જા ભરી દીધી હતી.

ડાંગ દરબાર” મેળામાં ગીતો અને લયબદ્ધ પ્રદર્શને પ્રેક્ષકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેક્ટર શાલિની દુહાને પણ વિશેષ હાજરી આપીને કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. તેઓની હાજરીએ કલાકારો અને પ્રેક્ષકોમાં વધુ ઉત્સાહ વધાર્યો અને મેળાની વ્યવસ્થા તથા સુરક્ષા પ્રત્યેની તેમની સંવેદનશીલતા અને દૂરંદેશી વ્યવસ્થાપનને લોકોએ સરાહી હતી….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *