છોટાઉદેપુર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોએ વિરોધ નોંધાવ્યો

Featured Video Play Icon
Spread the love

છોટાઉદેપુર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોએ વિરોધ નોંધાવ્યો
ગેરકાયદેસર રેતી ખનનને લઈ નગરમાં પાણીનું સંકટ
હાફેશ્વર યોજનામાંથી વેચાતું પાણી લાવવાની ફરજ પડી

છોટાઉદેપુર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોએ વિરોધ નોંધાવ્યો છે, ગેરકાયદેસર રેતી ખનનને લઈ નગરમાં પાણીનું સંકટ સર્જાતાં કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે.

છોટાઉદેપુર નગરપાલિકાના ભાજપના સત્તાધીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષના અધ્યક્ષતામાં નગરપાલિકાના તમામ સભ્યોએ જિલ્લા કલેકટરને રેલી સ્વરૂપે આવેદન પત્ર આપ્યું હતું. છોટાઉદેપુર નગરપાલિકાના વારીગૃહ આસપાસ મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે. વારંવાર રજૂઆત કરવા છતાં રેતી ખનનની પ્રવૃત્તિ બંધ ન થતાં નગરજનોને પાણીની મુશ્કેલી પડી રહી છે. નગરના રંગપુર નાકા પાસે તથા ફતેપુરામાં નગર પાલિકાના પાણીના વોટર વર્કસ આવેલા છે. જેની આસપાસ ટ્રેક્ટરો મારફત મોટા પ્રમાણમાં રેતી ખનન થઈ રહ્યું છે. અને વોટર વર્કસને નુકસાન થઈ રહ્યું છે. અને પાણીના સ્તર નીચે જઈ રહ્યા છે. જેના કારણે નગરપાલિકાને હાફેશ્વર યોજનામાંથી વેચાતું પાણી લાવવાની ફરજ પડી રહી છે. જેમાં 70 લાખ જેટલા સરકારને ચૂકવવાના બાકી છે. નગરપાલિકાના સત્તાધિશોએ જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપી રેતી ખનન અટકાવવા માટે રજૂઆત કરી હતી….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *