વડોદરા ફેથ પબ્લિક સ્કૂલની મનમાની સામે આવી
ગુડ ફ્રાઇડેની જાહેર રજામાં પણ સ્કૂલ શરૂ
જાહેર રજાના દિવસે વિદ્યાર્થીઓની લેવાઈ પરીક્ષા
વડોદરા ડભોઇના સાઠોદની ફેથ પબ્લિક સ્કૂલ સંચાલકોએ જાહેર રજામાં સ્કૂલ ચાલુ રાખતા વિવાદ સર્જાયો
વડોદરા ડભોઇના સાઠોદની ફેથ પબ્લિક સ્કૂલ સંચાલકોએ સરકારી નિયમોને નેવે મૂકીને શાળા સંચાલકોએ જાહેર રજાના દિવસે પણ સ્કૂલ ચાલુ રાખી વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરતા વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. નિયમોનું સરેઆમ ઉલ્લંઘન સામાન્ય રીતે ગુડ ફ્રાઈડે એ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ ગેઝેટેડ રજા છે. શિક્ષણ વિભાગના નિયમ મુજબ આ દિવસે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા હોવી અનિવાર્ય છે. આમ છતાં, ડભોઇ તાલુકાના સાઠોદ ફેથ પબ્લિક સ્કૂલના સંચાલકોએ પોતાની મનમાની ચલાવીને વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે શાળાએ બોલાવ્યા હતા.
શાળા સંચાલકો દ્રારા જાહેર રજાનો અનાદર કરવામાં આવી રહયાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આ શાળામાં અગાઉ પણ અનેક રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી કરવામાં આવતી નથી, જે ગંભીર તપાસનો વિષય છે. DEO કચેરી શું પગલાં લે છે. કે તે જોવાનું રહ્યું છે સ્કૂલના સંચાલકો સામે ઉપરોક્ત મામલે ડી ઈ ઓ દ્વારા શું પગલાં લેવામાં આવશે તે વાલીઓ અને સ્થાનિક રહીશોમાં ચર્ચાનો વિષય બન્યો છે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી
