દિવાળી આસપાસ ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટો.

Featured Video Play Icon
Spread the love

દિવાળી આસપાસ ગુજરાતના વાતાવરણમાં આવી શકે છે પલટો.
26 મીથી બંગાળના અરબ સાગરમાં ચક્રવાત બનવાવાની શક્યતા.
બંગાળ અરબ સાગરમાં ચક્રવાત બનતા ગુજરાતનું હવામાન પલટાઈ શકે

મધ્ય ઉત્તર પ્રદેશ પર એક ચક્રવાતી પરિભ્રમણ છે. આ સાથે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી પ્રવૃત્તિએ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને દક્ષિણ ભારતમાં તણાવ વધાર્યો છે. ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં કેવું અનુમાન રહેશે તે અંગેની હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી જોઈએ.

ઉત્તર ભારતમાં શિયાળાનું આગમન શરૂ થઈ ગયું છે. દેશના ઘણા ભાગોમાં આ દિવસોમાં હવામાનની સ્થિતિમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળી રહ્યા છે. મધ્ય ઉત્તર પ્રદેશ પર એક ચક્રવાતી પરિભ્રમણ છે. આ સાથે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચક્રવાતી પ્રવૃત્તિએ પશ્ચિમ બંગાળ, ઓડિશા અને દક્ષિણ ભારતમાં તણાવ વધાર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર અને તમિલનાડુ દરિયાકાંઠાની નજીક 5.8 કિલોમીટર સુધીની ઊંચાઈએ એક અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. આ સિસ્ટમના કારણે આજે, 14 ઓક્ટોબરે આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ, માહે અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં ઘણી જગ્યાએ મધ્યમથી ભારે વરસાદ થવાનું અનુમાન છે. કેટલાક વિસ્તારોમાં ખૂબ ભારે વરસાદ પણ શક્ય છે. ત્યારે ગુજરાતમાં આગામી સમયમાં કેવું અનુમાન રહેશે તે અંગેની હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી જોઈએ. નવરાત્રી બાદ હવે દિવાળીમાં પણ વરસાદ લોકોની મજા બગાડી શકે છે તેમ હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે. હવામાન વિભાગે 16થી 19 ઓક્ટોબર દરમિયાન એટલે કે કાળી ચૌદસ સુધી છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી ઉત્તરપૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, 16 ઓક્ટોબરે તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે. 17મી ઓક્ટોબરે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે. આ જગ્યાઓ પર છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંતના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે…..કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *