સુરતમાં અસામાજિક તત્વોએ હુમલો કરી હત્યા કરી
ઉધના કૈલાશ નગરમાં યુવાન પર જીવલેણ હુમલો
આરોપીઓ ધનંજય બોજું પાટીલ અને પ્રેમ ઉર્ફે અપ્પુ ગોવિંદભાઈ ચિતેની ધરપકડ
સુરતમાં અસામાજિક તત્વો હાલ અનેક પર જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે ત્યારે ઉધના કૈલાશ નગરમાં યુવાન પર જીવલેણ હુમલો કરનાર આરોપીઓને ગણતરીના કલાકોમાં જ પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.
સુરતના ઉધના કૈલાસ નગર વિસ્તારમાં રાહુલ નામના યુવક પર હુમલો થતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. હુમલામાં ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા જ ઉધના પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી. તો ઉધના પોલીસે આ મામલે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને ગણતરીના કલાકોમાં જ હમલાખોર આરોપીઓ ધનંજય બોજું પાટીલ અને પ્રેમ ઉર્ફે અપ્પુ ગોવિંદભાઈ ચિતેની ધરપકડ કરી હતી.
