છોટાઉદેપુરનો ભંગુરિયા મહામેળો,

Featured Video Play Icon
Spread the love

છોટાઉદેપુરનો ભંગુરિયા મહામેળો,
107 વર્ષથી ઝૂમતો આદિવાસી સંસ્કૃતિનો રંગીલો ઉત્સવ
તારીખ 25 ફેબ્રુઆરીએ ભંગુરિયા’ મેળો યોજાયો

હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે, ત્યારે આદિવાસી બહુલ ધરાવતા છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં આદિવાસી દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે અદભૂત કલાકૃતિ રજૂ કરવામાં આવતી હોય છે. હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર છે.

હોળી પર્વને લઈને કવાંટ તાલુકાને અડીને આવેલા મધ્ય પ્રદેશના વખત ગઢમાં તારીખ 25 ફેબ્રુઆરીએ ભંગુરિયા’ મેળો યોજાયો છે. મેળામાં આદિવાસી યુવતીઓ એકસરખા વેશ ધારણ કરી ઢોલના તાલે નાચગાન કરતી જોવા મળે છે.ભંગુરિયા’ મેળામાં કવાંટ તાલુકા અને મધ્ય પ્રદેશમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉમટી પડે છે. મેળામાં આદિવાસીઓ પોતાની સાંસ્કૃતિક પરંપરા અને એકસરખા વેશ ધારણ કરીને ઢોલ, માદંલ અને પીહાના તાલે નાચગાન કરતી જોવા મળે છે.

હોળી પૂર્વેના સાત દિવસ સુધીના હાટ બજારોમાં આદિવાસીઓ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ઢોલ, વાંસળી અને કરતાલ સાથે નાચગાન કરે છે. આ સાથે હોળીના તહેવારની ખરીદી કરવાની પરંપરાને આજે પણ નિભાવી રહ્યા છે. રાજા-રજવાડાના સમયથી શરૂ થયેલી ભંગોર રિયાસતના હાટ બજારો, હોળી પૂર્વે ભંગોરીયા મેળામાં પરિવર્તિત થાય છે. આમ આદિવાસીઓ હોળી પહેલાના સાત અને હોળી પછીના સાત આમ કુલ 15 દિવસ હોળીનો પર્વ ધામધૂમથી ઉજવતા હોય છે. અને હોળીના તહેવાર દરમિયાન વર્ષ સારું ગયું તે બદલ નાચગાન કરી પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે….કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *