સુરતના ભેસ્તાન વિસ્તારમાં 15 દિવસથી પાણી નહિ
ભેસ્તાનની શાંતિવન સોસાયટીમાં પાણી વગર 15 દિવસ
લોકોએ અધિકારીની ઓફિસમાં જ બેસીને ધરણા પ્રદર્શન કર્યા
લોકોની ભીડ જોઈને અધિકારીઓ ઓફિસ છોડીને નાસી ગયા
લોકોએ ખાલી ઓફિસમાં લોકોએ ગુસ્સામાં નારે કરી બાજી
સુરતના ઉધના ઝોન વિસ્તારમાં આવેલ ભેસ્તાનની શાંતિવન સોસાયટીના લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોવાના આક્ષેપ સાથે વિરોધ કર્યો હતો.
સુરત મહાનગર પાલિકાના ઉધના સાઉથ ઝોન એમાં આવેલ ભેસ્તાન વિસ્તારમાં શાંતિવન સોસાયટીના લોકો પાણી માટે માટે વલખા મારે છે. 15 દિવસથી વધુ સમયથી સોસાયટીમાં પાણી નથી આવી રહ્યું જેની ફરિયાદ વારંવાર સોસાયટીના રહીશો દ્વારા મૌખિક, લેખિત અને ઓનલાઈન કરી છે છતાં આજદિન સુધી કોઈપણ અધિકારીઓ કે નગરસેવકો દ્વારા આ લોકોની ફરિયાદ સાંભળવા આવી રહી નથી. સાઉથ ઝોન એના ધક્કા ખાઈ ખાઈને લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સોસાયટીમાં નળમાં પાણી નથી આવતું એસએમસી દ્વારા ટેન્કરો મોકલવામાં આવે છે. પણ એ ટેન્કરોથી ડોલમાં પાણી ભરીને કેટલા દિવસ સાચવી રખાય કે ટાંકી કેવી રીતે ભરવીએ લોકોને સમજાતું નથી. ઘરમાં વૃદ્ધો, મહિલાઓ આખા દિવસ કેટલીવાર ટેન્કરોમાંથી પાણી ભરી ભરીને રસ્તાથી ઘર સુધી લઈ જાય એ પણ વિચારવાની વાત છે. ત્યારે લોકોની એવી માંગણી છે કે તેઓની પાણીની સમસ્યા પર તાત્કાલિક કામ કરવામાં આવે. સ્થાનિકોએ જ્યારે અધિકારીઓ તેમની ના સાંભળી ત્યારે વેસુમાં આવેલ હાઈડ્રોલિક વિભાગમાં મુખ્ય અધિકારી ઈજનેરને મળવા પહોંચ્યા હતા મોટી સંખ્યામાં સોસાયટીના લોકો અને મહિલાઓ ભેગા મળી કચેરી પહોંચ્યા હતા જ્યાં અધિકારીઓ તેમને ના મળતા લોકોએ અધિકારીની ઓફિસમાં જ બેસીને ધરણા પ્રદર્શન કરવા શરૂ કર્યું હતું. તેમજ અધિકારી મિનેશ પટેલ અને સુરત મહાનગર પાલિકા હાય હાયના નારા લગાવ્યા હતાં. લોકોની ભીડ જોઈને અધિકારીઓ અને કર્મચારીઓ ઓફિસ છોડીને નાસી ગયા હતા અને ખાલી ઓફિસમાં લોકોએ ગુસ્સામાં નારે બાજી કરી હતી. લોકોની માંગણી હતી કે તત્કાલીક રીતે તેમની પાણીની સમસ્યાને નિવારણ કરવામાં આવે. મુખ્ય અધિકારી દિનેશ પટેલ પણ મીડિયા સાથે પણ વાત કરી ન હતી અને ઓફિસ છોડીને નાસી ગયા હતા. સુરત મહાનગર પાલિકા એક તરફ સુરતને વિકસિત શહેર તેમજ નંબર વન સીટી તરીકે કામગીરી બતાવીને મોટી મોટી વાહ વાહી લૂંટે છે. ત્યારે સુરત સેવા વિકસિત શહેરમાં મહાનગરપાલિકાના અંદર લોકોએ પાણી માટે વરખા મારવા પડ્યા છે તે જોઈ સુરત મહાનગર પાલિકાની કામગીરી પર પ્રશ્નો ઉઠી ગયા છે. 200થી વધુ પરિવાર પાણીની સમસ્યાથી જો ઉચી રહ્યું છે ઝુઝી રહ્યું છે.