કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે દ્વારા ગુજરાતીઓ અંગે કરાયેલ નિવેદન

Featured Video Play Icon
Spread the love

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે દ્વારા ગુજરાતીઓ અંગે કરાયેલ નિવેદન
ભાજપ શહેર પ્રમુખ અને પ્રદેશ સહ પ્રવક્તાએ પત્રકાર પરિષદ યોજી
ખડગેએ દેશના ગુજરાતીઓની માફી માંગવી જોઈએ.

કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે દ્વારા ગુજરાતીઓ અંગે કરાયેલા નિવેદનના વિરોધમાં ભાજપ દ્વારા વિરોધ કરાયો હતો. સુરતમાં ભાજપ શહેર પ્રમુખ અને પ્રદેશ સહ પ્રવક્તાએ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ અને મલ્લિકાર્જન ખરગે પર આક્ષેપો કર્યા હતાં.

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખરગેના નિવેદન સામે સુરત ભાજપનો વિરોધ જોવા મળ્યો છે. ત્યારે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલ અને ગુજરાત પ્રદેશ સહ પ્રવકતા હેમાલી ભોઘાવાલાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં સુરત ભાજપ પ્રમુખ પરેશ પટેલે જણાવ્યુ હતું કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા જે નિવેદન કર્યું તે અશોભનીય છે. કરોડો ગુજરાતીઓ વિશ્વભરમાં રહે છે. જેઓ બીઝનેશ સાથે સંડકાયેલા છે. મૂર્ખ શબ્દનો ઉપયોગ કરવો અયોગ્ય છે. ગુજરાતમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ થયો છે. ગુજરાતીઓ માટે આવા શબ્દનો ઉપયોગ કરવો યોગ્ય નથી. દેશનું પ્રતિનિધિત્વ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતી છે. ખડગેના શબ્દનો અમે વિરોધ કરીએ છે અને વખોડીએ છે. કોંગ્રેસને ગુજરાતથી શું વાંધો છે ? સ્ટેચ્યુ ઓફ યુનિટીનું બાંધકામ ચાલી રહ્યું હતું, ત્યારે વિરોધ કર્યો, સૌથી મોટી પ્રતિમા બની ત્યારે વિરોધ કર્યો હતો. ખડગેએ દેશના ગુજરાતીઓની માફી માંગવી જોઈએ. દેશના અર્થતંત્રમાં 8 ટકા જીડીપી ગુજરાતીઓનો છે. મહેનત અને બુદ્ધિના કારણે દેશભરમાં ગુજરાતીઓ આગળ વધી રહ્યા છે. ગુજરાતીઓ આનો સખત વિરોધ કરે છે. કોંગ્રેસ તરફથી હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. અમે સંપૂર્ણ પણે કોંગ્રેસનો વિરોધ કરીએ છે.

ગુજરાતને રોલ મોડલ તરીકે વિશ્વમાં ઓળખવામાં આવે છે. તો ગુજરાત પ્રદેશ ભાજપના સહ પ્રવક્તા હેમાલી બોઘાવાળા એ કહ્યુ હતુ કે, આ નિવેદન અપમાનજનક અને નિંદનીય અને દુર્ભાગ્યપૂર્ણ છે. ગુજરાતની જનતાના આત્મ સમ્માનને ઠેસ પહોંચાડી છે. દેશની અખંડિતતા પર પણ પ્રહાર કર્યા છે. ખડગેના નિવેદનને સખત શબ્દોમાં ભારતીય જનતા પાર્ટી વિરોધ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશનું મજબૂત પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. દેશના યુવાઓને પ્રધાનમંત્રીએ વૈશ્વિક મંચ આપ્યું છે. કોંગ્રેસને સમજાવો કે લોટ લીટરમાં નહીં પણ કિલોમા મળે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તપ અને પરિશ્રમ દ્વારા વિશ્વમાં દેશને એક અલગ ઓળખ આપી છે. જન ધન યોજના, ટ્રિપલ તલાક હોય કે પછી અન્ય કાયદાઓ અને યોજનાઓ થકી મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશનું મજબૂત નેતૃત્વ કરી રહ્યા છે. ગુજરાતના બે સપૂત છે. પીએમ મોદી અને અમિત શાહ દેશ માટે કામ કરી રહ્યા છે. ભારત મજબૂતાઈથી પગ માંડીને ઊભું રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *