સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના

Featured Video Play Icon
Spread the love

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના
ઘરે રમતી એક માસૂમ બાળકી પાણી ભરેલી ડોલમાં પડી
સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નિપજ્યુ

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી જેમાં ઘરે રમતી એક માસૂમ બાળકી પાણી ભરેલી ડોલમાં પડી જતાં ડૂબી ગઈ અને સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નિપજ્યુ હતું.

સુરતના સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતા શ્રી રામ રાજવંશીની નાની બાળકી પોતાના ઘરે રમતી હતી. રમતા-રમતા તે પાણી ભરેલી ડોલમાં પડી ગઈ હતી. ડોલમાં ડૂબી જતાં બાળકી બેભાન થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં પરિવારજનો, ખાસ કરીને તેના પિતા, તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતાં. જોકે ડોક્ટરોએ ટૂંકી સારવાર બાદ બાળકીને મૃત જાહેર કરી હતી. આ કરૂણ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી છે. નાના બાળકોની સુરક્ષા માટે ઘરમાં પાણી ભરેલા વાસણો અને ડોલ ખુલ્લાં ન રાખવા તથા સતત દેખરેખ રાખવાની જરૂરિયાત આ ઘટના ફરી એકવાર ઉજાગર કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *